Gujarat

અંબાણી પરિવારમાં આવશે નવી વહુ! ભવ્ય રીતે યોજાશે લગ્ન….

હાલમાં જ ફરી એક વખત અંબાણી પરિવારમાં શરણાઈ નાં શૂર વાગશે! તમે વિચારતા હશો કે, અનંત અંબાણી ઘોડીએ ચડવા નો છે તો આ વાત બિલકુલ સાચી નથી કારણ કે, આ વખતે મુકેશ અંબાણી નહીં પરંતુ, અનિલ અંબાણીના પરિવારમાં ગુંજશે. અનિલ અંબાણી અને ટીના અંબાણીન દીકરો જય અનમોલ અંબાણી લગ્ન કરવા જઈ રહ્યો છે.

જય અનમોલ તેમજ વાગ્દત્તા કૃશા શાહ એ ડિસેમ્બરમાં જ સગાઈ કરી હતી અને આ વાતની માહિતી ટીના અંબાણીએ પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી. આ બંને લવ મેરેજ કર્યા છે, ત્યારે હવે બંને ની પ્રિવેડિંગ તસ્વિરો વાયરલ થઈ રહી છે, ત્યારે અંબાણી પરિવાર દ્વારા હજુ સુધી કોઈપણ તસવીર અને જાણકારી શેર કરવામાં નથી આવી. પરંતુ, કૃશા શાહની મોટી બહેન નૃતિ શાહે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સ્ટોરી શેર કરી છે.

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બંને 20 ફેબ્રુઆરીના રોજ લગ્નના બંધનમાં બંધાશે.લગ્નના 2 દિવસ પહેલા બંનેના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે. જે તસવીર સામે આવી છે, તેમા ટીના અંબાણી કૃશાની મમ્મી સાથે ખૂબ જ સ્ટાઈલિસ્ટ અંદાજમાં દેખાઈ રહી છે.અનિલ અંબાણી અને ટીના અંબાણીનો મોટો દીકરો જય અનમોલ અંબાણી લાઈમલાઈટથી હંમેશાં દૂર રહે છે.

જય અનમોલ અંબાણીનો જન્મ 1991માં થયો હતો. તે પ્રમાણે હાલ તેની ઉંમર 30 વર્ષ છે. જય અનમોલે કેથેડ્રલ એન્ડ જોન કેનન સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે અને ત્યારબાદ તે બ્રિટનની સેવેન ઓક્સ સ્કૂલમાં આગળનો અભ્યાસ કરવા માટે ગયો હતો.. હાલ જય અનમોલ પોતાના પિતા અનિલ અંબાણીનો બિઝનેસ સંભાળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!