અંબાણીના ઘરથી પણ વધુ આલીશાન છે રાકેશ ઝુનઝુનવાલાનું ઘર પણ આ કારણે ઘરમાં રહી ન શક્યા…
મૃત્ય ક્યારે જીવનના દ્વારે આવીને ઊભું રહી જાય કોઈ નથી જાણતું. આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગઈકાલે શેર બજારના બાદશાહ ગણાતા રાકેશ ઝુનઝુનવાલાનું 62 વર્ષની વયે નિધન થઇ ગયું. આ સમાચારથી દરેક લોકોએ દુઃખ વ્યક્ત કર્યું. તેઓ શેરધારકો અને શેર રોકાણકારોના પ્રેરણારૂપ સમાન હતા. તેમને માત્ર રૂ 5000 થી શેર બજારમાં રોકાણકાર તરીકે શરૂઆત કરી હતી અને આજે તેમની પાસે 40 હજાર કરોડનું એમ્પાયર છે. એ તો ચાલ્યા ગયા પરંતુ તેમના વારસદાર માટે અઢળક સંપત્તિ મૂકીને ગયા છે, ત્યારે ચાલો આજે અમે આપને જણાવીએ કે, રાકેશ મુકેશ અંબાણી કરતા પણ આલીશાન ઘરમાં રહેતા હતા. ચાલો અમે આપણે આ સુંદર ઘર વિશે જણાવીએ.
અંબાણીનું એન્ટિલિયા ભલે 27 માળનું હોય પણ રાકેશજીનું 14 માળનું આલીશાન ઘર સૌથી શાનદાર છે. કહેવાય છે ને કે વ્યક્તિની ઈચ્છા ક્યારેક અધૂરી રહી જાય છે. રાકેશજી પરિવાર સાથે એક એપાર્ટમેન્ટમાં બે માળના સુંદર ઘરમાં રહેતા હતા પણ તેઓ 14 માં માળના ઘરને નવું આશિયાના બનાવવા માંગતા હતા. તેમના નિધન બાદ મુંબઇમાં મલબાર હિલ્સ વિસ્તારમાં બનાવેલું તેમનું ઘર ફરી એકવાર ચર્ચામાં છે. ઝુનઝુનવાલાના આ ઘરની શું ખાસિયત છે આવો જાણીએ…
મલબાર હિલ્સના વ્યસ્ત ખેરી માર્ગ પર ઝુનઝુનવાલાની આ પ્રોપર્ટીનો એરિયા 2700 વર્ગ ફૂટ છે. અહીં પહેલા 14 ફ્લેટ હતા જેને બિગબુલે 371 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. પછી તે ફ્લેટ્સને તોડીને નવો બંગલો બનાવ્યો હતો.14 માળની આ બિલ્ડિંગને રાકેશ અને તેમની પત્નીએ બે ભાગમાં ખરીદી હતી.રાકેશ ઝુનઝુનવાલાએ પહેલા તેના સાત માળ ખરીદ્યા હતા.
થોડા વર્ષ પછી તેના બાકીના માળ પણ ખરીદી લીધા. મની કંટ્રોલના રિપોર્ટ અનુસાર 70 હજાર સ્ક્વેર ફૂટ જગ્યા છે.રાકેશ અને તેમની પત્નીનો બેડરૂમ 12 માં માળ પર છે. આ સેટમાં એક ડ્રેસિંગ રૂમ, લિવિંગ એરિયા, સેપરેટ બાથરૂમ, બાલકની, પેન્ટ્રી અને સલૂન છે. આ ઉપરાંત સ્ટાફ માટે અલગ વોશરૂમ છે.
આ સીવાય બેડરૂમ ઉપરાંત ડ્રેસિંગ રૂમ, લિવિંગ એરિયા અને સેપરેટ બાથરૂમ પણ છે. અહીં કેટલાક ફ્લોર પર બાલકની, પેન્ટ્રી અને સલૂન છે. 11 માં માળે બાળકોનો બેડરૂમ છે. ચોથા માળે મહેમાનો માટે બેડરૂમ છે.તેના 10 માં માળે આવાજવાના હિસાબથી ડિઝાઈન કરવામાં આવી છે. અહીં પૂજા ઘર, રસોડું અને લિવિંગ રૂમ છે.
આ ખાસ મેંશનમાં ફૂટબોલ કોર્ટ અને પાર્કિંગ સ્પેસ પણ છે. તેના 9 માં માળ પર ઝુનઝુનવાલાની એક ઓફિસ છે. 14 માં માળ પર એક શાનદાર સ્વિમિંગ પૂલ, પિઝા કોર્નર, આઉટ ડોર ટેરેસ, રીહીટિંગ કિચન છે. 8 માં માળે મસાજ રૂમ અને વોશરૂમ છે.અહીં એક વેજીટેબલ ગાર્ડન પણ તૈયાર કરવામાં આવ્યો છે. જે ઘરની સુવિધા 27 માળમાં છે એનાથી વિષેશ રાકેશજીના ઘરમાં છે.