108 ની ટીમ ને સલામ ! જોડીયા બાળકો ને કુત્રિમ રીતે શ્વાસ આપી જીવ બચાવી લીધો
પ્રસુતી:108ની ટીમે જોડિયા બાળકોને કુત્રીમ શ્વાસ આપી જીવ બચાવ્યો.આપણે ત્યાં કહેવાય છે ને કે, જીવ તો ઉપરવાળા નાં હાથમાં છે પણ જો તેની કૃપા હોય તો આજે આધુનિક રીતે ડોક્ટરો જેમ લોકોનો જીવ બચાવી રહ્યા છે તે ખૂબ જ સરહાનીય છે.હાલમાં જ એક એવી ઘટના બની હતી કે,108 ની ટીમજોડીયા બાળકો ને કુત્રિમ રીતે શ્વાસ આપી જીવ બચાવી લીધો.ખરેખર આ ઘટના ખૂબ જ સરહાનીય છે.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, 108 ની ટીમ દ્વારા એક ખૂબ જ સારૂ કાર્ય કરવામાં આવ્યું છે અને આ ઘટના સૌ કોઈ લોકોનું દિલ જીતી લીધું. 108 આશીર્વાદ રૂપે છે અને અનેક લોકોના જીવ બચી જાય છે ત્યારે ફરી એકવાર 108 જે કામ કરી બતાવ્યું એ ખૂબ જ વખાણવવા લાયક છે. ચાલો અમે આપને ઘટના જણાવીએ.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, અમરેલી તાલુકાના નવા ખીજડીયા ગામની પ્રસુતાને પ્રસૂતિની પીડા ઉપડતા 108ની સેવા માટે પોહચી હતી અને આ દરમિયાન મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. જો કે 108ની ટીમે બાળકોને કૃત્રિમ શ્વાસ આપી જીવ બચાવ્યો હતો.
સગર્ભા મહિલા વાડી વિસ્તારમાં રહેતા હતા. અને પ્રસુતીની પીડા ખુબ જ વધુ હતી. જેના કારણે 108ની ટીમે તપાસ કરતા બે બાળકો હોવાનું માલુમ પડ્યું હતું. અહી 108ની ટીમે મહિલાની સ્થળ પર જ પ્રસુતા કરાવી હતી. મહિલાએ એક સાથે બે બાળકોને જન્મ આપ્યો હતો. પણ ડીલેવરી બાદ એક બાળક હલનચલન કરતું ન હતું. અને હદયના ધબકારાનો દર પણ ઓછો હતો. જેના કારણે 108ની ટીમે બાળકને કૃત્રીમ શ્વાસ આપી જીવ બચાવ્યો હતો.
ખરેખર આ ઘટના ખૂબ જ સરહાનીય છે અને ગુજરાત સરકાર ની આ સેવા અનેક લોકો માટે આશીર્વાદ રૂપ છે.
સૌ કોઈ લોકો અને પરિવાર જનોએ ટીમ નો આભાર માન્યો કારણ કે પીડિત મહિલાને જોડિયા બાળકો હોવા છતા પણ નોર્મલ ડિલવરી કરાવી અને આખરે બાળકો નો પણ જીવ બચાવ્યો ખરેખર આ ઘટના ખૂબ જ ચમત્કારી છે.