એમ્બ્યુલન્સના ડ્રાઇવરે પોતાનું ગળું કાપીને કરી આત્મહત્યા કરી લીધી! આપઘાત પહેલા વિડીઓ બનાવી આપવીતી જણાવી….
હાલમાં દિવસે ને દિવસે આત્મહત્યાના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે હાલમાં જ એક ચોંકાવનારી ઘટના બની છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,એમ્બ્યુલન્સના ડ્રાઇવરે પોતાનું ગળું કાપીને કરી આત્મહત્યા કરી લીધી! આપઘાત પહેલા વિડીઓ બનાવી આપવીતી જણાવી. ચાલો આ ઘટના અંગે અમે આપને વધુ માહિતી આપીએ કે ક્યાં કારણોસર વ્યક્તિએ પોતાનો જીવ આપી દીધો. ચાલો આ ઘટના અંગે વિગતવાર માહિતી આપીએ.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સુરત સ્મીમેર હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગયો હતો. આ ઘટના પાછળ એક રસપ્રદ વાત જાણવા મળી હતી કે, ડ્રાઇવર ઈમરાને પીએમ રૂમ પાસે માનસિક રીતે બીમાર હોવાનું સ્વીકારી ગળું કાપી નાખ્યું હતું. આ વ્યક્તિએ પોતાનો જીવ આપતા પહેલા વીડિયો બનાવેલ અને જેમાં પોતાની આપવીતી જણાવેલ.
આ વ્યક્તિ એ જણાવેલ કે પોત પોસ્ટમોર્ટમના પંચનામામાં સહી કરવા બાબતે કંટાળી પોતાનો જીવ આપેલ. તેને 4 શખ્સો સામે આક્ષેપ કર્યા હતા.3 પોલીસ કર્મીઓ સહિત વિજય નામનો શખ્સ પંચનામામાં સહી કરવા દબાણ કરતા હોવાનો આક્ષેપ લગાયો હતો. અને હવે તે માનસિક રીતે બીમાર હોવાનું કહી આ અંતિમ પગલું ભરી રહ્યો હોવાનું કબૂલ્યું હતું.
સ્મીમેર મેડિકલ કોલેજના પીએમ રૂમ બહાર જાતે જ ગળુ કાપી નાખ્યું હતું. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાની જાણ થતા જ પરિવારમાં શોકમગ્ન વાતાવરણ છવાઈ ગયેલું. જાણવા મળ્યું કે ત્રણ પોલીસ વિશે થયેલ માનસિક અત્યાચાર વિશે જણાવેલ અને કહેતા કહેતા વીડિયો કોલ કટ કરી નાખેલ.
પોલીસ કર્મચારીઑએ તેની પાસે ડેડ બોડી માટે સાક્ષી પંચનામામાં બે વખત સહી કરાવી હતી.બંને વખત મને કોર્ટમાંથી સમન્સ મળ્યા છે.મારી પાસે હવે કોર્ટમાં જવા માટે રૂપિયા બચ્યા નથી 10 કેસમાં કોર્ટમાં તારીખો પર જઈ રહ્યો હતો અને આજ કારણે આખરે કંટાળી ને આવું પગલું ભર્યું અને બીજા જોડે મારી સાથે થયું તેવુ ન કરે તે માટે અને મને ન્યાય મળે તે માટે ચારેય વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ કરેલ.
