Gujarat

અમદાવાદની સૌથી પ્રખ્યાત માનવામાં આવે છે “દીવાન ભેળ પકોડી” ! પકોડી ખાવા માટે લોકોની જામે છે ભારે ભીડ…જુઓ ક્યાં આવેલ છે

આપણા ગુજરાતી લોકો એટલે ખાવા પીવાના જબરા શોખીન માણસો, આખા દેશમાં જ્યા પણ તમે પૂછો કે ગુજરાતીઓ કેવા તો સૌ કોઈના મોઢા પર એજ શબ્દ હોય છે કે ગુજરાતી એટલે બિઝનેસમેન માઈન્ડ વાળા તથા ખાવા પીવાના મોટા શોખીન માણસો, આપણા ગુજરાતીઓ ખુબ મોજમાં રહેવા વાળા તો ખરા જ સાથો સાથ ખુબ શોખીન પણ હોય છે,એવામાં રોજબરોજના લેખની જેમ આજે પણ અમે એક અનોખો લેખ લઈને આવ્યા છીએ.

જેમાં અમે તમને અમદાવાદ શહેરની એક પ્રખ્યાત દુકાન વિશે જણાવાના છીએ જેણે છેલ્લા ઘણા સમયથી પોતાની તરફ લોકોને આકર્ષયા છે, તમને ખબર જ હશે કે આપણા રાજ્યમાં જ નહીં પરંતુ આખા દેશની અંદર પાણીપુરીને કેટલી ખાવામાં આવે છે એવામાં ખાસ કરીને તો યુવતીઓ જ પાણીપુરી ખાતી હોય છે એવું પણ નથી કે યુવતીઓ તથા મહિલાઓ પાણીપુરી ખાતી હોય છે પરંતુ હાલ તો અનેક યુવાનો તથા બાળકોની પણ આ પસંદીદા ડીશ બની ગઈ છે.

અમદાવાદ શહેરમાં આવેલ દીવાન ભેળ પકોડી નામની દુકાન વિશે આજે અમે વાત કરવાના છીએ, જે છેલ્લા ઘણા વર્ષોથી લોકોના દિલો પર રાજ કરી રહી છે અને અમદાવાદ શહેરના લોકો દ્વારા પણ આ દુકાનની ભેળ પકોડીને ખુબ જ વધારે પસંદ કરવામાં આવી રહી છે, અહીં મિત્રો તમને હેન્ડ ગ્લવ્સ સાથે તથા પુરેપૂરું ચોખ્ખાઈનું ધ્યાન રાખીને પાણીપુરી ખવડાવા આવે છે આજ કારણને લીધે લોકોની ભારે ભીડ એકઠી રહેલી હોય છે.

અહીં તમને પાણીપુરી, દહીંપુરી તથા સેવપુરી જેવી અનેક પકોડીની વાનગીઓ ખાવા માટે મળી જશે જે ખુબ જ સ્વાદિષ્ટ તથા ચોખ્ખાઈ પૂર્વક બનાવામાં આવે છે, અહીં પકોડી ખાવા આવતા લોકોનો પણ આ પાણીપુરીને લઈને સારો પ્રતિસાદ આપવામાં આવી રહ્યો છે, છેલ્લા અનેક વર્ષોથી આ દુકાનની પકોડીને ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે, જો તમારે આ પકોડીનો સ્વાદ માણવો હોય તો નીચેના સરનામે જવાનું રહેશે.

સરનામું :દીવાન પાણીપુરી,જોધપુર ગામ,શ્યામલ ચાર રસ્તાની પાછળ, અમદાવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!