અમદાવાદમાં પરોઠા ખાવા હોય તો “વીરે દે પરાઠે” ના પરાઠાનો સ્વાદ જરૂરથી લેજો ! ફક્ત આટલી કિંમતમાં આટલા સ્વાદિષ્ટ પરોઠા તથા લસ્સી પણ…
આપણું ગુજરાત એટલે રંગીલું ગુજરાત આપણે અહીં અનેક જોવાલાયક તથા ફરવાલાયક સ્થળો તો છે જ તે સાથો સાથ ખાવાની વસ્તુઓ પણ આપણા રાજ્યની અંદર મળી જતી હોય છે, આપણા રાજ્યમાં એવું નથી કે આપણે અહીં ફક્ત ગુજરાતી તથા કાઠિયાવાડી જ ફૂડ મળી રહે છે, કેમ કે આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે આપણે ત્યાં ચાઈનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન એવું તમામ પ્રકારનું ફૂડ આપણને શહેરો શહેરોમાં મળી જ જતું હોય છે.
દરેક રાજ્યની પ્રખ્યાત વાનગી આપણા રાજ્યના દરેક શહેરમાંથી આપણને મળી રહેતી હોય છે એવામાં આજના આ લેખના માધ્યમથી અમે અમદાવાદની એક ખુબ જ પ્રખ્યાત દુકાન વિશે વાત કરવાના છીએ જે પરોઠાની છે, આમ તો તમને ખબર હોય તો કે પંજાબની અંદર પરોઠા તથા લસ્સીને ખુબ જ વધારે પસંદ કરવામાં આવે છે અને પંજાબી લોકોનું તંદુરસ્ત રહેવાનું પણ એજ કારણ છે એવામાં હાલ અમદાવાદની અંદર એક પંજાબી કપલ આવા પંજાબી પરોઠાનું વેચાણ કરી રહી છે.
આ પંજાબી કપલની દુકાનનું નામ છે “વીરે દે પરાઠે” અહીં પરોઠા ખાવા આવતા લોકોના મંતવ્ય પણ એટલા સારા છે કે અહીં જો તમે અમદાવાદમાં રહેતા હોવ કે અમદાવાદ ગયેલા હોવ તો જરૂરથી એક વખત આ દુકાનની મુલાકાત લેવી જ જોઈએ, અહીં પરોઠા ખાવાની લોકોની ખુબ જ ભીડ હોય છે એટલું જ નહીં ક્યારેક તો કલાકે તથા અડધી કલાકે વારો આવે છે તેટલી ભીડ અહીં જોવા મળતી હોય છે, આ ભીડનું કારણ પણ પરોઠાનો સ્વાદ છે,જે લોકોને ખુબ વધારે પસંદ આવી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે અહીં તમને બટર આલુ પરોઠા,બટર ગોબી, બટર આલુ પનીર તથા આવા તો અનેક સ્પેશ્યલ પરોઠા તમને બનાવી આપવામાં આપશે, એટલું જ નહીં આ દુકાનના તમારે પરોઠા ખાવા હોય તો તમે “SWIGGY” તથા “ZOMATO” માં પણ ઓર્ડર કરી શકશો, અહીંની ન્યુનતમ કિંમત 60 રૂપિયા અને મહત્તમ પરોઠાની કિંમત 100 રૂપિયા છે.