અમદાવાદીઓએ આ પાકિસ્તાની કાકાનું જબરું પોપટ કર્યું હો બાકી ! ભાભા બોલ્યા “જીતેગા ભાઈ જીતેગા…વિડીયો જોઈ હસી હસી ગોટા વળી જશો
મિત્રો તમને ખબર જ હશે કે હાલ અમદાવાદની અંદર ભારત-પાકિસ્તાનની મેચને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે એવામાં આખા શહેરને પોલીસ છાવણીમાં ફેલાવી દેવામાં આવ્યું છે કારણ કે હાલ આ મેચને લઈને અનેક ધમકીઓની પણ ખબર સામે આવી હતી આથી જ ગુજરાત પોલીસ દ્વારા આ મેચને લઈને કડક સુરક્ષામા 24 કલાક હાજર છે.
ભારત તથા પાકિસ્તાન બંને ટિમો હાલ અમદાવાદ ખાતે પોહચી ગઈ છે, કડક સુરક્ષાની અંદર બંને ટીમોને હોટેલ સુધી પોહચાડવામાં આવી હતી, સોશિયલ મીડિયા પર પણ આ મેચને લઈને ભારે ટ્રેન્ડ થઇ રહ્યું છે. સોશિયલ મીડિયાના દરેક માધ્યમમાં આ મેચને લઈને અનેક મીમ તથા વિડીયો શેર થઇ રહ્યા છે જેને જોવાનું લોકોને ખુબ પસંદ કરવામાં આવતા હોય છે.
એવામાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે એક કાકા પાકિસ્તાની ફેન હોય અને તેઓ પોતાની ટીમને સપોર્ટ કરવા માટે અમદાવાદ પોહચે છે.વિડીયોમાં જોઈ શકાય છે કે આ ભાભા કહે છે કે “જીતેગા ભાઈ જીતેગા” તો ત્યાં ઉભેલા લોકો “ઇન્ડિયા જીતેગા” કહે છે તો આ ભાભા પણ હસવા લાગે છે કારણ કે તેઓને હતું કે કદાચ કોઈક પાકિસ્તાન બોલે.
પરંતુ સૌ કોઈએ “ભારત જીતેગા” ની બૂમો પાડતા આ ભાભાનું જબરું પોપટ થયું હતું. સોશિયલ મીડિયા પર હાલના સમયમાં આ વિડીયો ખુબ જોરો શોરોથી વાયરલ થઇ રહ્યો છે અને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. વિડીયો વાયરલ થતા દરેક સોશિયલ મીડિયા યુઝરોએ સારી સારી વાતો કરી હતી જેમાં એક યુઝરે જણાવ્યું હતું કે “ગુજરાતી તો બાકી ગુજરાતી હો.”
— Gujarati Akhbar (@TodayGUJARAT1) October 13, 2023