Gujarat

અમદાવાદ ના ડોન લતિફ ના સમય થી દારુનો ધંધો કરતી લેડી ડોન અમિદાબાનુ ની અમદાવાદ SOG ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી…

હાલ ના સમય મા ગુજરાત મા ડ્રગ્સ નુ દુશણ સતત વધી રહ્યુ છે ખાસ કરી ને મોટા શહેરો મા ડ્રગ્સ પકડવાની ઘટના ઓ વારંવાર બની રહી છે. ત્યારે હવે MD ડ્રગ્સના જથ્થા સાથે સૌથી જૂની મહિલા ડીલર અને તેના સાગરીતની અમદાવાદ SOG ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. શહેરના કાલુપુર વિસ્તારમાંથી અમિનાબાનું ઉર્ફે ડોન અને સમીર ઉર્ફે બોન્ડ નામના શખસની MD ડ્રગઝના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે.

આ પ્રથમ વખત નથી જ્યારે આ મહીલા નુ નામ ગુનાહિત પ્રવૃતિ મા આવ્યુ હોય શહેર ના કાલુપુર વિસ્તાર મા રહેતી અમિદાબાનુ લેડી ડોન તરીકે જાણીતી છે. વર્ષ 1980થી 1990 દરમિયાન અમિનાબાનુ દારૂનો ધંધો કરતી હતી જયારે વર્ષ 2002 મા NDPSના ગુનામાં તેને પકડી હતી અને દસ વર્ષની સજા પણ કાપી ચૂકી છે. આ ઉપરાંત 2015માં દારૂના કેસમાં પાસા હેઠળ સુરત જેલમાં હતી.દરિયાપુર પોલીસ સ્ટેશનમાં 07 જેટલા અલગ અલગ ગુના અમિનાબાનુ પર નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત તેના સાગીરત સમીર બોન્ડ પર પણ 30 જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે.

અમદાવાદ SOG ની ટીમ છેલ્લા ઘણા સમય થી અમિદાબાનુ પર નજર રાખી રહી હતી ત્યારે છેલ્લાં 2-3 વર્ષથી તે ડ્રગનો વેપાર કરી રહી હોય અને મુંબઈના ડ્રગ્સમાફિયાઓ જેવા કે સદાબ બટાકા અને અફાક બાવા સાથે અમિનાબાનું ખૂબ જ નજીકના સંબંધો ધરાવતી હોવાનું પણ સામે આવી રહ્યું છે.

પોલીસ તપાસ મા સામે આવ્યુ હતુ કે અમીના અલગ અલગ વાહનોમાં અમિના ડ્રગ્સનો જથ્થો લાવતી હતી અને પોલીસ ની નજર થી બચવા આ મોડેસ ઓપરેન્ડી અમિનાબાનું અપનાવતી હતી. જ્યારે હાલ SOG ક્રાઇમે અમિનાબાનુ તથા તેના સાગરીત સમીર ઉર્ફે બોન્ડની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!