અમેરીકા મા એકસાથે 46 લોકો ના મોત ! સરહદ પાર કરવા જતા બની ઘટના…
છેલ્લા ઘણા સમયથી અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જેમાં અમેરિકામાં ગેરકાયદેસર રીતે લોકોને ઘુસાડવામાં આવતા હોય છે જ્યારે હાલ એવી ઘટના બની છે ચારેકોર હાહાકાર મચી ગયો છે કારણ કે અમેરિકાના ટ્રકમાંથી 46 પ્રવાસીઓના એક સાથે મૃતદેહો મળી આવ્યા છે ઘટનામાં જાણવા મળ્યું હતું કે ટ્રકમાં કુલ 100 લોકોને ભરવામાં આવ્યા હતા.
ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર અમેરિકાના ટેક્સાસમાં થી જ એક ટ્રક પકડાયો હતો જેમાં કુલ 46 પ્રવાસીઓના મૃતદેહ મળી આવ્યા હતા આ ટ્રક શાન એનટોનીયો શહેરથી જપ્ત કરવામાં આવ્યો છે ટ્રકમાં કુલ 100 લોકોને ભરવામાં આવ્યા હતા અને આ ટ્રસ્ટ દ્વારા ગેરકાયદેસર સરહદ પાર કરવામાં આવી રહી હતી.
આ ઘટનામાં 46 લોકોના મોત કેવી રીતે થયા તે અંગે સ્પષ્ટ જાણવા મળ્યું નથી ક્યારે ચાર બાળકો સહિત છ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે સ્થાનિક પોલીસ દ્વારા શરૂઆતમાં તારણ એવું કાઢવામાં આવ્યું છે કે આ લોકોના ગુંગળામણ ને ના કારણે મોત થયા છે.સેન એન્ટોનિયો શહેર ટેક્સાસ-મેક્સિકો બોર્ડરથી લગભગ 250 કિમી દૂર છે.
આ પ્રથમ વખત નથી જ્યારે કોઈએ સરહદ પાર કરવામા આવી રીતે જીવ ગુમાવ્યો હોય આ અગાવ પણ અનેક આવી ઘટનાઓ સામે આવી ચુકી છે જેમા કોઈ નો જીવ ગયો હોય જ્યારે આ ઘટના મા ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે આ મૃત્યુ માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનને જવાબદાર ઠેરવ્યા છે. એબોટે કહ્યું હતું કે આ મોત ઘાતક ખુલ્લી સરહદની નીતિના કારણે થયાં છે. એન્ટોનિયો શહેરમાં ઉનાળાના મહિનાઓમાં તાપમાન નોંધપાત્ર રીતે વધી જાય છે. સોમવારે અહીંનું તાપમાન 39.4 ડીગ્રી સેલ્સિયસ હતું.