Gujarat

અમેરિકામાં ઘૂસણખોરી કરવાના વાદમાં ગાંધીનગરનો આ પરિવાર ઉજડી ગયો ! 30 ફૂટ ઊંચી દીવાલ પરથી નીચે પટકાયો પરિવાર…

હાલ અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં ગુજરાતના અનેક પરિવારવો વિદેશમાં બિનકાયદાકીય રીતે ઘુસણ ખોરી કરવા જતા હોય છે, એવામાં અમુક વખત કુદરતી પરિબળોને લીધે મૌતને ભેટી પડતા હોય છે અથવા તો કાયદાકીટ કાર્યવાહીમાં સંડોવાય જતો હોય છે. એવામાં હાલ આવી જ એક ઘટના સામે આવી છે જેમાં ગાંધીનગરના પરપ્રાંતીય પરિવાર મેક્સિકોથી અમેરિકામાં ઘુસણ ખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેઓ કપરા કાળના શિકાર બન્યા હતા.

ગાંધીનગરમાં રહેતો આ પરપ્રાંતીય પરિવાર મેકિસકોથી અમેરિકામાં ઘુસણખોરી કરવા જઈ રહ્યો હતો, એવામાં આ ત્રણેય સભ્ય ‘ટ્રમ્પ વોલ’ તરીકે ઓળખાતી 30 ફૂટની આ ઉછી દીવાલ પર ચડ્યો હતો એવામાં ત્યાંથી પટકાતા બ્રીજકુમારનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે તેમની પત્ની અને પુત્રને ગંભીર ઇજા થતા તેઓ હાલ સારવાર લઇ રહ્યા છે. આ ઘટનાને ધ્યાનમાં રાખીને ગાંધીનગરના કલેકટરે મામલતદારને કડક તપાસના આદેશ આપ્યા છે. આ ઘટના અંગે મૃતક બ્રીજભાઈના ભાભીએ જણાવ્યું હતું.

ભાભીએ આ ઘટના અંગે કહ્યું કે 18 નવેમ્બરના રોજ દેવર(મૃતક બ્રીજભાઈ) તેમની પત્ની અને પુત્ર સાથે ગયા હતા. જ્યારથી તેઓ ગયા હતા ત્યારથી ફક્ત હાલચાલની જ વાતચીત થતી હતી, એવામાં અચાનક જ દેવરની પત્ની પૂજાએ ફોન કરીને આ ઘટના અંગે જાણવી દીધું હતું,પણ આ ઘટના કેવી રીતે બની શું થયું તે અંગે કાંઈ પણ જણાવ્યું હતું નહીં. દિવ્યભાસ્કરના એહવાલ અનુસાર જાણવા મળ્યું છે કે મૃતક બ્રીજભાઈની પત્ની પૂજા ટીચર તરીકેની નોકરી કરતી હતી જયારે બ્રીજભાઈ કોલોલ GIDC માં એકાઉન્ટન્ટ તરીકેની નિકરી કરતો હતો.

બ્રીજભાઈનો પરિવાર મૂળ તો યુપીનો છે પરંતુ હાલ તેઓ ગાંધીનગરના કલોલના છત્રાલમાં ભાડાના મકાનમાં રહેતો હતો.ગેરકાયદેસર ઘુસણખોરીની વધુ એક આવી ઘટના સામે આવતા પોલીસે તપાસની ધમધમાટ બોલાવી દીધી હતી, જેમાં કેતન પટેલ નામના એજન્ટનું નામ પર શંકાના વાદળો છવાયા છે.વિદેશમાં મૃત્યુ થનાર બ્રીજભાઈના પિતા બી.બી. યાદવ ટેલિફોન એક્સચેન્જમાં નોકરી કરતા હતા જે સાત વર્ષ પૂર્વે જ રિટાયર્ડ થઇ ચુક્યા છે. હાલ કેનેડામાં ભારે હિમવર્ષા થતા ઘૂસણખોરી કરાવનાર એજન્ટો મેક્સિકોથી ઘૂસણખોરી કરાવી રહ્યા છે.

આ ઘટના વિશે વાત કરવામાં આવે તો બ્રિજકુમારનો પરિવાર ટ્રમ્પ વોલ પર પોહચી ગયો હતો જ્યા તેઓ 30 ફૂટ ઊંચી દીવાલ કૂદીને જ અમેરિકામાં પ્રવેશી શકશે તેવી સ્થિતિ બની હતી, આથી બ્રીજકુમાર પોતાની પત્ની અને ત્રણ વર્ષીય પુત્રને લઈને 30 ફૂટ ઊંચી આ દીવાલ પર ચડી ગયો હતો, એવામાં કોઈ કારણોસર બ્રીજકુમારનો આખો પરિવાર નીચે પટકાયો હતો જેથી બ્રીજકુમારના માથાના ભાગ પર ગંભીર ઇજા થતા તેઓ ઘટના સ્થળે મૌતને ભેટી ગયા હતા જ્યારે પત્ની અને પુત્રને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર આર્ટે મેક્સિકોની હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!