અમીષા પટેલની મુશ્કેલીઓ મા વધારો થયો ! એક સામાજીક કાર્યકર એવી ફરીયાદ નોંધાવી કે….
આપણે જાણીએ છે કે, સોશિયલ મીડિયામાં આવરનાર બૉલીવુડનાં અભિનેતાઓ અને અભિનેત્રીઓ ચર્ચાનો વિષય બનતા હોય છે, ત્યારે હાલમાં જ મૂળ ગુજરાતની અને બોલીવુડની અભિનેત્રી છે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે અમીષા પટેલની સામે સામાજીક કાર્યકર એવી ફરીયાદ નોંધાવી છે. આ ફરિયાદ વિશે જાણીને તમને પણ આશ્ચય થશે.
દરેક કલાકારો પ્રાઇવેટ પાર્ટી, ઓપનિંગ સેરેમની અને પ્રચારમાં જતા હોય છે. ત્યારે હાલમાં જ અમિષા પટેલ પણ તા. 23 એપ્રિલના રોજ મધ્ય પ્રદેશના ખંડવામાં એક કાર્યક્રમમાં પર્ફોમન્સ આપ્યુ હતું. આ અંગે અમિષા પટેલ એ તેને ટ્વીટરમાં ટ્વીટ કર્યું હતું.અમિષા એ લખ્યું કે મેં મધ્યપ્રદેશના ખંડવા શહેરમાં નવચંડી મહોત્સવ 2022માં ભાગ લીધો હતો. સ્ટાર ફ્લેશ એન્ટરટેઈનમેન્ટ અને મિસ્ટર અરવિંદ પાંડે દ્વારા સમારોહનું અત્યાંત ખરાબ આયોજન કરવામાં આવ્યુ હતું. મને લાગ્યું કે મારા જીવને જોખમ છે, પરંતુ હું સ્થાનિક પોલીસનો આભાર વ્યક્ત કરવા માંગુ છુ કે તેમણે મારું ધ્યાન રાખ્યું.
આ જ કારણે આ કાર્યક્રમનાં આયોજકે અમીષા પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જાણવા મળ્યું કે અમિષા એ પૈસા તો લીધા પરંતુ નિશ્ચિત સમય પર પર્ફોર્મ ના કર્યું. પોલીસકર્મીએ જણાવ્યું કે, ફિલ્મ અભિનેત્રી અમીષા પટેલના કાર્યક્રમના દિવસે હું પણ ત્યાં હાજર હતો. લોકોની ભીડ ચોક્કસપણે હતી પરંતુ અભદ્રતા નહોતી થઈ અને અમિષા રાતે લગભગ સાડા નવ વાગ્યે મંદિર પરિસરમાં બનેલા મંચ પર પહોંચી અને દર્શકોનું અભિવાદન કર્યું. તેમણે એક કલાક પર્ફોર્મ કરવાનુ હતું, પણ તે 3 મિનિટમાં તો ઈન્દોર જવા માટે નીકળી ગયા.
આ કારણે અમીષાએ લખ્યું કે, હું આ કાર્યક્રમમાં ક્યારેય પર્ફોમ નહોતું કરવાનું, પરંતુ આ માત્ર એક ઉપસ્થિતિ હતી જે મેં પૂરી કરી. હું જ્યાં પહોંચી ત્યારે મને સમજાયું કે આયોજકો એક ગંદી રમત રમી રહ્યા હતા, મને કંઈક ગરબડ લાગી. મને મારો જીવ જોખમમાં હોય તેમ લાગ્યું પરંતુ હું સ્થાનિક પોલીસની આભારી છું કે તેમણે સુરક્ષિત બહાર નીકળવામાં મારી મદદ કરી.