કૂલી ફીલ્મ ના શુટીંગ દરમ્યાન અમિતાભ બચ્ચન ઘાયલ થતા આ ગુજરાતી કાકા એ લોહી આપી ને બચ્ચન નો જીવ બચાવ્યો હતો ! જાણો આ ખાસ વ્યક્તિ વિશે..
આજે આપણે એક એવા ગુજરાતી વ્યક્તિની વાત કરીશું જેમનાં દ્વારા સુપરસ્ટાર બિગ બી એટલે કે અમિતાબ બચ્ચનને નવું જીવન મળ્યું.કૂલી ફીલ્મ ના શુટીંગ દરમ્યાન અમિતાભ બચ્ચન ઘાયલ થતા આ ગુજરાતી કાકા એ લોહી આપી ને બચ્ચન નો જીવ બચાવ્યો હતો ! જાણો આ ખાસ વ્યક્તિ વિશે કારણ કે ભાગ્યે જ કોઈ આ વ્યક્તિને ઓળખતું હશે. કહેવાય છે ને કે કોઈને મદદ કરવી એ ભગવાની સેવા બરોબર છે.
આજના સમયમાં રક્તદાન એજ મહાદાન! રકતાદાન દ્વારા જ આ ગુજરાતી વ્યક્તિ એ અમીતાબ બચ્ચન નો જીવ બચાવેલ અને તેમને લોહી આપેલ. હવે વિચાર કરો અમીતાબ ને મળવા લોકો રાહ જોતા હોય છે, જ્યારે આ વ્યક્તિ અમીતાબને લોહી આપવા છતાંય તેમને મળવાની ઈચ્છા વ્યક્ત ન કરી. આ સિવાય અમીતાબ સામે થી મળવાની ઈચ્છા વ્યક્ત કરી તો પણ તેઓ ક્યારેય ન મળ્યા.
ચાલો અમે આપને જણાવીએ આ વ્યક્તિ વિશે! આ ઘટના બની હતી વર્ષ 1982માં જ્યારે ફ઼િલ્મ કૂલીના શૂટિંગ દરમ્યાન ગંભીર ઇજા થઇ હતી અમીતાબ ને અને જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહયા હતા. ત્યારે ડોકટરેએ જણાવ્યું કે અમિતાભ બચ્ચનને લોહીની જરૂર છે. ત્યારે અનેક લોકો લોહી આપવા તૈયાર હતા પરતું એ કોઈનું ચાલે તેમ ન હતું.આ વાત રાજકોટ વોલન્ટરી બ્લડ બેન્ક અને રિસર્ચ સેન્ટર પર પણ પહોંચી હતી.
ત્યાંના એક સભ્ય શેલિયા વેલજીભાઈ મોહનભાઇ બિગ બી માટે લોહી લઇને મુંબઇ ગયેલા અને વધુ લોહીની જરૂર હોવાથી બ્રિચકેન્ડીમાં હોસ્પિટલમાં પણ રક્તદાન કર્યું હતું. વેલજીભાઇનું લોહી અમિતાભ બચ્ચનને મેચ થતું હતું, તેમણે રક્તદાન કર્યું અને એ પછી અમિતાભનો જીવ બચી ગયો.અમિતાભ બચ્ચનની પત્ની જ્યા બચ્ચન અને ટીના મુનીમ એકવાર રાજકોટ આવ્યા ત્યારે તેમને વેલજીભાઈને સન્માનપત્ર સાથે સોનાની ગીની આપીને સન્માન કર્યું હતું. આ રીતે બચ્ચન પરિવારે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
તમને જાણીને નવાઈ લાગશે કે, વેલજીભાઇનો જન્મ રાજકોટના જસદણ તાલુકાના આટકોટ ગામે થયો હતો. તેઓ ખેતી કરવાની સાથે જ સમાજસેવા કરવા માટે પણ પ્રસિદ્ધ હતા. ગામના લોકોનું કોઇ પણ કામ હોય તો તેઓ અડધી રાતે પણ તૈયાર થઇ જતા હતા. તેમને પોતાના જીવનકાળ દરમ્યાન 128 વાર રક્તદાન કર્યું હતું અને સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા હતા સદાય લોકોની સેવા માટે તૈયાર રહેતા.
વેલજીભાઇ ક્યારેય ફિલ્મો જોતા ન હતા કે તેઓ અમિતાભ બચ્ચનના પ્રશંસક પણ ન હતા. તેમ છતાં માનવતા રક્તદાન કર્યું હતું. વેલજીભાઈ કોઈ પણ કલાકારોની ફિલ્મ જોતા ન હતા. અમિતાભ બચ્ચનને જયારે ખબર પડી જે વેલજીભાઇએ તેમને લોહી આપ્યું છે, અમિતાભ બચ્ચનને જયારે જાણવા મળ્યું કે વેલજીભાઇએ તેમને લોહી આપ્યું છે ત્યારે અમિતાભ બચ્ચને તેમને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી,પણ વેલજીભાઇ તેમને મળવા ક્યારેય ગયા નહિ.ગંભીર બીમારીના કારણે 3 સપ્ટેમ્બર, 2019ના રોજ તેમનું અવસાન થયું હતું.તેઓ જીવન અંત સુધી રક્તદાન થકી અનેક લોકોનું જીવન બચાવ્યું.
