શાર્ક ટેન્ક ઈન્ડિયા ના નવા જજ અમીત જૈન કોણ છે જાણો ! જાણો તેમની કુલ સંપત્તિ અને ગુજરાત સાથે શુ…
શાર્ક ટેન્ક ઈન્ડિયા રિલાયટી શોની સફળતા બાદ હવે તેનીબીજી સીઝન 2 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે.આ શોના ચાહકો માટે એક દુઃખદ સમાચાર એ છે કે, આગામી સીઝનમાં અશનીર ગ્રોવર નહીં જોવા મળે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે, કે હવે તેમનું સ્થાન અમિત જૈન લેશે. તમને જણાવી દઈએ કે અમિત જૈન 9,840 કરોડ રૂપિયાની કંપનીના માલિક છે. ચાલો તેમના જીવન વિશે જણાવીએ.
આ રિયાલિટી શોની બીજી સીઝન તમે 2 જાન્યુઆરીથી સોની લિવ પર જોઈ શકશો. આ શોમાં શાર્ક અશનીર ગ્રોવર ઘણા ચર્ચામાં રહ્યા હતા. ભારત-પેના કો-ફાઉન્ડર હોવા છતાં તેઓ એ કંપનીમાંથી બહાર કરી દેવાયા હતા. તે પછી તેઓ વિવાદોમાં પણ ઘેરાયા હતા. ગ્રોવર શાર્ક ટેન્કમાં આવનારા આંત્રપ્રિન્યોર્સને સ્પષ્ટ જવાબ આપવા માટે જાણીતા હતા.
પરંતુ, હવે તેઓ શાર્ક ટેન્ક ઈન્ડિયાની બીજી સીઝનમાં જોવા નહીં મળે. નવી સીઝનમાં તેમનું સ્થાન અમિત જૈનએ લઈ લીધું છે, સૌથી ખાસ વાત એ છે કે અમિત જૈન મૂળ ગુજરાતી છે અને આમ પણ ગુજરાતીઓ ધંધાદારીમાં મોખરે હોય છે.
અમિત જૈન જયપુરના રહેવાસી અને કાર દેખ કંપનીના ગ્રુપ ફાઉન્ડર છે. તેમના પિતા એક આરબીઆઈ અધિકારી હતા. તેમનો જ્વેલરીનો ફેમિલી બિઝનેસ પણ હતો. અમિત જૈન અને તેમના ભાઈ અલગ-અલગ કંપનીઓમાં નોકરી કરતા હતા. અમિતે ટીસીએસમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કર્યું. તે પછી તેમણે ટ્રોયોલોજીમાં પણ કામ કર્યું. પરંતુ, જ્યારે પિતાની તબિયત ખરાબ થઈ, તો બંને ભાઈ જોબ છોડી ઘરે આવી ગયા. ઘરે પાછા આવીને ફેમિલી બિઝનેસ સંભાળવાને બદલે તેમણે કંઈક નવું કરવાનું નક્કી કર્યું.
બંને ભાઈઓએ પોતાની આંત્રપ્રિન્યોર જર્નીની શરૂઆત ‘ગિરનાર સોફ્ટ’થી કરી હતી. તેમણે ઘરમાં જ એક નાની ઓફિસ તૈયાર કરી તેની શરૂઆત કરી હતી. જ્યારે તેમની પાસે પૂરતા રૂપિયા આવી ગયા, તો તેમણે વર્ષ 2008માં ‘કાર દેખો’ની શરૂઆત કરી. તેમણે એક એવું ડિજિટલ પ્લેટફોર્મ બનાવ્યું, જ્યાં લોકો ઘણી સરળતાથી કાર ખરીદી શકે.
તેમને કાર દેખોનો આઈડિયા દિલ્હીના ઓટો કાર એક્સ્પોને જોયા પછી આવ્યો હતો. આ ફોર્મેટની શરૂઆત જયપુરથી થઈ હતી અને આજે ઘણા શહેરોમાં તેની બ્રોન્ચો છે. બે હજારથી વધુ કર્મચારી કાર દેખોમાં જોબ કરે છે. સાહસ અને મહેનતથી નાની શરૂઆત આજે કં 9,840 કરોડ રૂપિયાની કંપની થઈ ગઈ છે