અમરેલી: ડોકટરો પણ ચોંકી ગયા! મહિલા એ એક સાથે ચાર બાળકોને જન્મ આપ્યો જેમાંથી બે દીકરી અને બે….
આપણે ઘણી વખત આપણી સમક્ષ જોડિયા બાળકોના જન્મના અનેક કિસ્સાઓ સામે આવતા હોઈ છે, અને આપણને નવાઈ લાગતું હોઈ છે, પરંતુ એવુજ થોડા સમય પહેલા અમરેલી ના રાજુલામાં થયેલ કિસ્સો સાંભળી તેમાં અચરજ પામી જશો.
અમરેલી જીલ્લાના રાજુલા શહેરમાં રહેતા રેશ્માબેન સેલોત નામની સ્ત્રી એ એક સાથે ચાર બાળકોને જન્મ આપેલ છે. આ કિસ્સો તબીબી વિજ્ઞાનને અચરજ પમાડતો કિસ્સો સાબિત થયો છે. તબીબીઓ એ આ પ્રસુતિ સામાન્ય સંજોગો માં પાર પાડી છે, અને માતા અને ચારેય બાળકો એકદમ તંદુરસ્ત અને ભયમુક્ત છે.
આ ચારેય બાળકો માં બે- પુત્રી અને બે-પુત્રો નો સમાવેશ થાય છે. આ ચારેય બાળકો ના જન્મબાદ રાજુલામાં શહેર માં આ કિસ્સો પ્રખ્યાત થઇ ગયેલ હતો, અને ચર્ચા નો વિષય બની ગયેલ હતો. કારણ કે આ ચારેય બાળકો નો જન્મ કોઈ ચમત્કાર થી ઓછો માનવામાં આવતો નથી, અને આ પ્રકારનું જોડકું તબીબી વિજ્ઞાન માટે ખુબજ રસપ્રદ સાબિત થયું છે. અને માતા અને ચારેય બાળકો એકદમ સ્વસ્થ અને ભયમુક્ત છે.
આપણે સૌ જાણીએ છીએ કે આ પ્રકારની પ્રસુતિ ખુબજ જોખમી સાબિત થતી હોઈ છે, આવી પરિસ્થતિ માં ઘણી વાર કા તો માતા કા તો બાળક નું જીવન મુશેકલી માં મુકાઇ જતું હોઈ છે, પરંતુ આ ચમત્કારિક કિસ્સામાં રેશ્માબેને ચાર તંદુરસ્ત બાળકોને જન્મ આપીને પ્રસુતિને આસન બનાવી દીધી છે. અને આની સાથે આનો તમામ શ્રેય રેશ્માબેન તથા તેમની પ્રસ્તુતિ કરાવનાર તબીબોને જાય છે.