Gujarat

અંબાલાલ પટેલે કરી ચોંકાવનારી આગાહી: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ…

હાલ ગુજરાત મા ચોમાસુ ચાલી રહ્યુ છે ત્યારે ગુજરાત ના અનેક જીલ્લા ઓ સારોએવો વરસાદ નોંધાયો છે જ્યારે દ્વારકા મા છેલ્લા અઠવાડીયા મા ભાર વરસાદ થયો છે અને અનેક નદી નાળા છલકાઈ ગયા છે જ્યારે જનજીવન પર પણ સારી એવી અસર પડી છે ત્યારે ચોમાસા ના લઈ ને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એક મહત્વ ની આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા દર્શાવી છે, જ્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં  અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. એટલું જ નહીં, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતાના લીધે પૂર આવે તેવી સ્થિતિ વર્ણવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મિડીયાના માધ્યમ થઈ જણાવ્યું હતું કે ગુજરાતમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેણા કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. રાજ્યમાં 10મી જૂલાઈથી 15 જૂલાઈ સુધીમાં નદી-નાળા વરસાદથી છલકાઇ જશે અને આ દરમિયાન રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા બતાવી છે. 

જુન મહિના મા ગુજરાત મા વરસાદ નુ પ્રમાણ ઓછુ જોવા મળ્યુ હતુ જ્યારે જુલાઈ મહિના ની શરુવાત મા જ ગુજરાત ના અનેક જીલ્લાઓ મા ગાજવિજ સાથે ઘણો સારો વરસાદ નોંધાયો છે જ્યારે ખાસ કરીને વાત કરીએ તો વલસાડ ના ધરમપુર તાલુકા મા ઉપરવાસમાં ભારે વરસાદને કારણે માન નદી ઉપર આવેલા લોલેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયા છે. જ્યારે ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી 13 ગામ અસરગ્રસ્ત થયા છે આ ઉપરાંત દ્વારકા મા ભારે વરસાદ ને કારણે અનેક ગામો પ્રભાવીત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!