સુરતમાં વાલીઓની ઊંઘ ઉડાવી દેતી ઘટના બની!! 12 વર્ષના બાળકનું અપહરણ અને બાદમાં હત્યા.. હત્યાનું કારણ જાણી દંગ રહી જશો
હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, વાત જાણે એમ છે કે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા વિસ્તારમાં બાળકનું અપહરણ થયા બાદ હત્યા થયાના કેસમાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા રાત દિવસ એક કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે.આ બનાવના પગળે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. જે ફરાર આરોપીઓ છે તેઓને ઝડપી લેવાની તજવીજ શરૂ છે.
બે દિવસ અગાઉ સુરત જિલ્લાના કડોદરામાં 12 વર્ષનો બાળક બે દિવસ પહેલાં ટ્યૂશનથી પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન કેટલાક શખ્સો બાળકનું રિક્ષામાં આવી અપહરણ કરી ગયા હતા.
જે બાદ તેના પરિવારને ફોન કરી 15 લાખ રૂપિયાની માંગણી કરી હતી. અપહરણના બે દિવસ બાદ બાળકનો ઝાંડી-ઝાંખરામાંથી મૃતદેહ મળી આવ્યો.બાળકનો મૃતદેહ મળી આવતા પોલીસે આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી.
આ બનાવના પગેલે સુરત પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે, ખરેખર આ બનાવના પગલે માતા પિતા એ પણ ચેતી જવું જોઉએ કે ક્યારેય પણ તમારા બાળકને એકલા ન છોડો અને તેમને ખાસ શિખામણ આપો કે અજાણ્યા વ્યક્તિ પર ભરોસો ન કરવો જોઇએ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.