મહીસાગરના ગિરિશચંદ્રએ જીવનની અંતિમ ક્ષણોમાં ‘ચિઠ્ઠી લખીને’ એવી અંતિમ ઇચ્છા દર્શાવી વાંચીને તમારી આંખ મા આંસુ આવી જશે…
અંગદાન એ મહાદાન છે. હાલમાં જ મહીસાગરના ગિરિશચંદ્રએ જીવનની અંતિમ ક્ષણોમાં ‘ચિઠ્ઠી લખીને’ એવી અંતિમ ઇચ્છા દર્શાવી વાંચીને તમારી આંખ મા આંસુ આવી જશે! ખરેખર આ ઘટના ખૂબ જ કરુણદાયક અને હ્દય સ્પર્શી છે. આજના સમયમાં આવી ઘટના ભાગ્યે જ બનતી હોય છે. અંગ દાન કરવું એ અનેક લોકોને નવ જીવન આપવા સમાન છે. ત્યારે આજે અમે આપને આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી જાણીશું.
હાલમાં જ દિવ્યભાસ્કરનાં અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે, મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ડેભારી ગામના ગિરિશચંદ્ર નિયમિતપણે ડાયાલિસીસની સારવાર હેઠળ હતા.ચાર વર્ષથી કિડનીની ગંભીર બિમારીથી પીડાઇ રહ્યા હતા. હાલમાં જ 12મી નવેમ્બરના રોજ તેમને બ્રેઇન હેમરેજ થતા લુણાવાડાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા. 15મી નવેમ્બરના રોજ તેમની સર્જરી કરવામાં આવી જેથી સ્થિતિમાં થોડો સુધાર આવ્યો.
19મી નવેમ્બરમાં રોજ ગિરિશચંદ્રને ભાન આવતા તેમણે પોતાના દીકરા મેહુલભાઇ પાસે એક કાગળ અને પેન માંગી અને ચબરખીમાં લખ્યું : “અંગદાન કરશો..મારા શરીરમાં કિડની સિવાય હાથ -પગ સહિતના તમામ અંગો સારા છે..બધા અંગો સાજા અને પાવરફુલ છે…અને નીચે સહી કરી દરમિયાન ધારાસભ્ય જીગ્નેશ સેવકે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જે વ્યક્તિએ જીવન ભર લોકોની સેવા જ કરી, એવા વ્યક્તિએ પોતે અંતિમ સમયે પણ સેવા કરી લીધી છે.
તેમને કહ્યું હતું કે જો બ્રેઇનડેડ થઇ જાવ તું મારા શરીરના અંગોનું દાન કરશો. 4 વર્ષથી કિડનીની અતિગંભીર સમસ્યાના કારણે તેઓ ઘણી તકલીફમાંથી પસાર થયા હતા.સિવિલ હોસ્પિલમાં 1લી ડિસેમ્બરના રોજ સારવાર અર્થે ગિરિશચંદ્રને દાખલ કરવામાં આવ્યા. 47 દિવસની સારવારના અંતે તેઓને 7મી જાન્યુઆરીના રોજ બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા. ગિરિશચંદ્ર જોષીના પુત્ર મેહુલભાઇ જોષી કે જેઓ ભારતીય નૌ સેનામાં સેવારત છે તેઓએ સિવિલ હોસ્પિટલની ટીમને અંગદાન માટે સામેથી કહ્યું.સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા ડો કમલેશ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ સર્વ અંગદાન કરવામાં આવ્યું .
જેમાંથી લીવરનું તાત્કાલીક ધોરણે રીસીપ્યન્ટ મળવાથી લિવરનું દાન થયું છે અને શિક્ષકનો ઉદેશ્ય સાર્થક થયો છે. પરિવાર ગામ અને સમગ્ર જિલ્લામાં શિક્ષક ગિરિશ જોષી પર ગૌરવ અનુભવી રહ્યા ત્યારે લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશ સેવક ગિરિશભાઈના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવારને પણ સાંત્વના પાઠવી હતી. પિતાના અકાળે નિધન થતાં જોષી પરિવાર પર આભ તૂટી પડયું, પણ મન પર પથ્થર રાખી અમારું સ્વજન ગુમાવ્યું, અંગ દાન થકી અનેક લોકોને નવું જીવન દાન આપીને સૌ કોઈ ને એક ઉત્તમ પ્રેરણાપુડી પાડી છે. આવા વ્યક્તિની આત્માને પ્રભુ દિવ્ય શાંતિ અર્પે એજ પ્રાર્થના.
