ગુજરાતમાં વધુ એક નબીરો બન્યો બેફામ !! આણંદમાં બેફામ નશામાં ધૂત યુવકે 8 નિર્દોષોને કચડ્યાં, મૃત્યુનો આંકડો….
અમદાવાદનો બ્રિજ કાંડ વિષે તો આપ સૌ કોઈ જાણતા જ હશો, જેમાં એક સાથે અનેક માસૂમોના જીવ ગયા હતા. એ ઘટનાનો આરોપી તથ્ય પટેલ હાજ જેલના સરિયા ગણી રહ્યો છે તેવામાં આંણદ માંથી એક વધુ આવી જ ઘટના હાલ સામી વી છે જેમાં દારૂના નશામાં ધૂત નબીરાએ એક જ સાથે 8 લોકોને કચડ્યા હતા જેમાંથી 4 ના મૌત થયા હતા જયારે બાકીના લોકોને ભારે ઇજા થવા પામી હતી.
આંણદના વાંસખીલ્યાં આ ગામના રહેવાસી એવા 36 વર્ષીય અરવિંદભાઈ પરમાર તથા તેમનો સાલો અરવિંદ ઉર્ફે પિન્ટુ જીવાભાઈ જાદવને અંધારિયા ચકલા નજીક તેનો મિત્ર અન્નો અને સાગર મલ્યા હતા જેઓ સાથે જ દાવોલ જવા માટે નીકળયા હતા એવામાં નાવલી ગામ બસ સ્ટેન્ડ પાસે જ પુરપાટ ઝડપે પાછળથી આવી રહેલી અર્ટિગા ગાડીએ પિન્ટુ તથા તેના મિત્રો તેમ જ બીજા બે બે બાઈક ચાલકોને ભારે ટક્કર મારી હતી.
જેમાં 8 લોકો ગંભીર રીતે રસ્તા પર પટકાયા હતા જેમાં પિન્ટુનું તો ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું જયારે ઈજાગસ્તોને ગણતરીના સમયની અંદર જ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યા સારવાર દમિયાં જતીનભાઈ, અંકિતાબેં તથા બીજા એક યુવકનું આમ કરીને આ ઘટનામાં કુલ 4 લોકોનું નિધન થયું હતું, ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જરૂરી પગલાઓ હાથ ધર્યા હતા.
અકસ્માત સર્જનાર ઘટના સ્થળે પર જ પોતાનું વાહન છોડીને જતો રહ્યો હતો જે બાદ પોલીસે કલાકોમાં જ તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ ઘટનાના આરોપીનું નામ જેનિસ હૂગીશ પટેલ છે જે અકસ્માતની રાત્રે દારૂના નશાની હાલતમાં હોય તેવું પોલિસ તપાસમાં સામે આવ્યું હતું,મૃતકોના પરિવારજનો તથા મિત્રો આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી છે.