India

એક વ્યક્તિએ પોતાના જુગાડથી બનાવી એવી કાર કે જેને જોઈને આનંદમહિન્દ્રા થયા ખુશ અને તેમની આ ગાડીના બદલામાં નવી બોલેરો..જુઓ વિડિઓ

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કુદરત દ્વારા દરેક વ્યક્તિને એક સરખી તાકાત અને ક્ષમતા આપી છે. કુદરત દ્વારા માનવીને આપવામાં આવેલ સૌથી મહત્વની ભેટ માનવીનું મગજ છે. આપણે સૌ જાણીએ છીએ કે આ દુનિયા પર માનવી સૌથી બુદ્ધિશાળી જીવ માનવામાં આવે છે. તે પોતાની બુદ્ધિ ક્ષમતા દ્વારા અનેક અસંભવ કામો ને પણ સરળતાથી કરી નાખે છે. અને લોકો આ બાબત ને જોઈને નવાઈ પામે છે. અમુક વ્યક્તિઓ પાસે એવા એવા વિચારો હોઈ છે અને પોતાની વિચાર ક્ષમતાથી તે એવી વસ્તુઓ બનાવી નાખે છે એ જેના વિશે કોઈએ પણ વિચાર્યું પણ ન હોઈ. આપણે અહીં એક આવા જ બનાવ વિશે વાત કરવાની છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કુદરત દ્વારા અમુક માનવીને સંસાધનો થી ભરપૂર બનાવવામાં આવ્યા હોઈ છે જે અન્યની તુલનામાં વધુ હોઈ છે જેના કારણે આવા સંસાધન યુક્ત વ્યક્તિઓએ પોતાની પાસૅ રહેલા આવા સાધનોનો ઉપયોગ પોતાની સાથે સાથ અન્ય માટે પણ કરવો જોઈએ. મિત્રો આપણા દેશમાં અનેક ધનાઢ્ય વ્યક્તિઓ છે કે જેઓ પોતાના નાણાં નો ઉપયોગ અન્ય માટે પણ કરે છે. આવાજ એક દેશના અગ્રણી ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા છે. કે જેઓ પોતાના સમાજ સેવાના કામના કારણે સતત ચર્ચામાં રહે છે હાલમાં પણ તેમણે જે કામ કર્યું છે તેના કારણે તેઓ ચર્ચામાં છે.

મિત્રો કહેવાય છે કે જરૂરિયાત સંશોધન ની જનેતા છે. આ બાબત ને મહારાષ્ટ્રમાં રહેતા એક ગરીબ પરિવારે સાચી કરી બતાવી છે. મિત્રો અહીં રહેતા દત્તાત્રેય લોહાર ને તેમના બાળકો ગાડી માટે જીદ કરતા હતા માટે. તેમણે પોતાના સંતાનો ની માંગ ને પૂર્ણ કરવા માટે જાતેજ મહિન્દ્રા બોલેરો જેવી ગાડી બનાવી. તેમની આ ગાડી ઘણા ઓછા સંસાધનો થી બનાવવામાં આવી હતી અને ગાડી ની ખાસિયત એ હતીકે ગાડી કિક દ્વારા શરૂ થતી હતી.

મિત્રો આ ગાડી દેખાવમાં પણ લોકોને આકર્ષે તેવી હતી આ ગાડીનો વિડિઓ પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેને પોતાના ટ્વીટર પર શેર કરતા આનંદ મહિન્દ્રાએ લખ્યું હતું કે આ ગાડી આપણને ઓછા સંસાધનમાં પણ સંસાધન સમૃદ્ધ બનવાની પ્રેરણા આપે છે. આ સાથે આ ગાડીના સુરક્ષા કારણો ને ધ્યાન માં રાખીને આનંદ મહિન્દ્રા દ્વારા દત્તાત્રેય લોહાર ની ગાડીના બદલામાં તેમને નવી બોલેરો ગાડી આપવાનો પ્રસ્તવ આપ્યો હતો જે દત્તાત્રેય લોહાર દ્વારા સ્વીકારવામાં આવ્યો જે બાદ તેમની ગાડી લઈને તેમને નવી બોલેરો ગાડી આપવામાં આવી જેના ફોટાઓ પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. જણાવી દઈએ કે દત્તાત્રેય લોહાર ની આ જુગાડવાળી ગાડીને મહિન્દ્રા રીસર્ચ વેલીમાં રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!