અનંત અંબાણી પોહચ્યાં જામનગરના વિશ્વવિખ્યાત બાલા હનુમાનજનીના દર્શને ! હનુમાનજીના ચરણોમાં માથું ટેકવ્યું…જુઓ આ ખાસ તસવીરો
જ્યારથી અનંત અંબાણી સગાઈ થઇ છે ત્યારથી તેઓ ઘણો ચર્ચાનો વિષય બનેલા છે, પેહલા મહાકાલેશ્વરના દર્શન બાદ હવે મુકેશ અંબાણીના નાના સુપુત્ર અનંત અંબાણી જામનગરમાં આવેલ સુપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરના દર્શને પધાર્યા હતા અને ભગાવનને પ્રાર્થના કરીને હનુમાન દાદા સમક્ષ શીશ ઝુકાવ્યું હતું. બાળા હનુમાન મંદિરના ટ્રસ્ટીએ અનંત અંબાણીને હનુમાનજીની છબી અર્પણ કરી હતી.
જામનગરમાં આવેલ બાલા હનુમાનજીનું આ મંદિર ફક્ત ગુજરાત રાજ્યમાં જ નહીં પણ દેશ વિદેશમાં ખુબ જ પ્રસિદ્ધ માનવામાં આવે છે. તમને જાણતા નવાય લાગશે કે અહીં અખંડ રામધૂનનો વર્લ્ડ ગિનિસ બુકમાં રેકોર્ડ પણ નોંધાયેલ છે. તમને જણાવી દઈએ કે આ હનુમાનજીનું મંદિર એટલું બધું ખાસ છે કે અહીં કોઈ પણ કુદરતી આફત આવે કે કોઈ કુત્રિમ આફત આવે, યુદ્ધ હોય કે મહામારી કોઈ પણ પરિસ્થિતિમાં અહીં રામધૂન અખંડ રીતે ચાલતી જ રહે છે.
છેલ્લા 59 વર્ષોથી અહીં અખંડ સ્વરૂપે રામધૂન ચાલતી આવી છે. તમને જાણતા નવાય લાગશે કે વર્ષો પેહલા કોકીલાએં અંબાણી આ વિશ્વવિખ્યાત મંદિરના દર્શન કરવા આવતા હતા, એવામાં વારંવાર અંબાણી પરિવારનું કોઈને કોઈ તો સભ્ય આ મંદિરના દર્શને આવતું જ રહે છે.ગઈ કાલે રાત્રે અનંત અંબાણી 10:45 વાગ્યે ભગવાન હનુમાનજીના દર્શનાર્થે પોહચ્યાં હતા અને ભગવાન સમક્ષ માથું ટેકવ્યું હતું.
અનંત અંબાણી આવતા સુરક્ષા વ્યસ્થાને કડક કરી દેવામાં આવી હતી. બાલા હનુમાન મંદિરના પ્રમુખ જીતુ લાલ ઉદ્યોગપતિ કનુભાઈ કોટક વિનુભાઈ તન્ના સહીત મંદિર ટ્રસ્ટી દ્વારા અનંત અંબાણીને હનુમાનજની મહારાજાની સાથો સાથ શ્રીરામ સીતાજી લક્ષ્મણજીની છબી અર્પણ કરવામાં આવી હતી જે બાદ અનંત અંબાણીએ ભગવાન હનુમાનજીની ખાસ પ્રસાદી પણ લીધી હતી.
તમને ખબર જ હશે કે અનંત અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિઓમાં આવતા એવા મુકેશ અંબાણીના સુપુત્ર છે આથી જ જેવી લોકોને સૂચના મળી કે તેઓ જામનગરના બાલાહનુમાન મંદિર દર્શને ખાતે આવવાના છે ત્યારે લોકોનો ભારે જમાવડો તેમને જોવા માટે ઉમટી પડ્યો હતો જેના પગલે કડક સુરક્ષા રાખવામાં આવી હતી.