ધીરુભાઈની જન્મભૂમિએ પહોંચ્યા અનંત અને રાધિકા મર્ચન્ટ, ગામલોકો સાથે ભોજન કર્યું અને ભવ્ય લોક ડાયરામાં આપી હાજરી…જુઓ ખાસ તસ્વીરો
ખરેખર અંબાણી પરિવારના જેટલા વખાણ કરીએ એટલા ઓછા કારણ કે ફરી એકવાર અંબાણી પરિવારે સૌ કોઈનું દિલ જીતી લીધું. વાત જાણે એમ છે કે, ગઈકાલના રોજ અનંત અને રાધિકા મર્ચન્ટ કોકિલાબહેન સાથે ચોરવાડ ગામ પહોંચ્યા હતા. પ્રિ-વેડિંગ સેલિબ્રેશનના ભાગ રૂપે મુકેશ અંબાણીએ પોતાના વતન ચોરવાડ ખાતે સમસ્ત ગામજનો માટે ભોજન સમારંભ તેમજ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખરેખર આ ભવ્ય આયોજન પરથી એ ચોક્સસ સાબિત થાય છે કે, અંબાણી પરિવાર પોતાના વતનના લોકોને શુભ પ્રસંગે નથી ભૂલ્યા.
પ્રિ વેડિંગ સેલિબ્રેશન પૃર્વે જામગરની પાસે આવેલ જોગવડ ખાતે ભવ્ય ભોજન સમારંભ અને ભવ્ય લોક ડાયરાનું આયોજન કર્યા બાદ મુકેશભાઈ અંબાણીએ પોતાના પિતા ધીરુભાઈ અંબાણી અને માતા કોકિલાબેન અંબાણીની લગ્નની વર્ષગાંઠના દિવસે જ ચોરવાડ ખાતે અનંત અને રાધિકાના પ્રિવેડિંગ સેલીબ્રેશના ભાગરૂપે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રાત્રે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ ભવ્ય લોક ડાયરામાં કિર્તીદાન ગઢવી, અલ્પાબેન પટેલ તથા બ્રીજદાન ગઢવી જેવા લોકપ્રિય કલાકારોએ ચોરવાડ ખાતે ભજનો અને લોકકથાની રમઝટ બોલાવી હતી. સૌથી ખાસ વાત એ કે ચોરવાડ ખાતે સમસ્ત ગામજનોને અનંત અંબાણીએ કહ્યું હતું કે, મારી એક જ ઈચ્છા છે કે આ ગામમાંથી 10 વર્ષમાં 10 ધીરુભાઈ ઉભા થવા જોઈએ તેમજ સૌ ગામજનોને કહ્યું કે, ચોરવાડી માતા સૌનું ભલું કરે, તમે સૌ મને અને રાધિકાને આશીર્વાદ આપજો. અનંત અને રાધિકાની વાતોએ સૌ ચોરવાડવાસીઓનું દિલ જીતી લીધું.
સૌથી ખાસ વાત એ છે કે, અનંત અને રાધિકાએ કોઈપણ પ્રકારની શરમ કે સંકોચ રાખ્યા વગર જ ગામજનો સાથે જ ભોજન કર્યું હતું તેમજ સૌથી ખાસ વાત એ છે કે, રાધિકા અંબાણીએ જાતે ભોજન લેવા લાઈનમાં ઉભા રહ્યા હતા અને જે ભોજન ગામના લોકો માટે બનાવ્યું હતું તે જ ભોજન તેમણે જમ્યું હતું. આ દ્રશ્ય જોઈને અંબાણી પરિવારના સંસ્કાર અને સાદગીની પ્રતીતિ થાય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.