Gujarat

ગુજરાત ના આ ત્રણ ગામો ની અનોખી પરંપરા ! જ્યાં વરની બહેન કન્યા સાથે લગ્નના ફેરા ફરે છે

આપણા હિન્દૂ ધર્મમાં રિવાજ છે કે, જ્યારે બે યુગલ અગ્નિના સાક્ષીએ ફેરા ફરે છે, ત્યારૅ તે બંને પતિ પત્નીના સંબંધે બંધાય જાય છે. આજે અમે આપને એક એવા ગામોં વિશે જણાવીશું, જ્યા વરની બહેન કન્યા સાથે લગ્નના ફેરા ફરે છે, ચાલો આ આ અનોખી પરંપરા વિશે જાણીએ કે, શા માટે આવું કરવામાં આવે છે. અત્યાર સુધી આપણે આવા અનોખા લગ્ન વિશે સાંભળ્યું પણ ન હોય, ત્યારે આ લગ્નની રસપ્રદ વાત જાણવી જરૂરી છે.

આ અનોખી પરંપરા ચાલી રહી છે, છોટાઉદેપુર જિલ્લામાં આવેલા ફેરકૂવા પાસે આવેલ ગામોમાં, જ્યાં વસવાટ કરતા આદિવાસીઓના રિતરિવાજને જીવંત રાખી છે. અહીંયાના લોકોએ દેવપ્રકોપની આમાન્યા રાખી પોતાની પ્રાચીન પરંપરા જાળવી રાખી છે. ફેરકૂવા આસપાસના એવા ત્રણ ગામો છે કે,જ્યાં યોજાતા લગ્નમાં જાનમાં વરરાજા જતાં નથી કે,. વરરાજાને બદલે તેની બહેન તેના ભાભી ફેરા ફરે છે.

મધ્યપ્રદેશની સરહદને પાસે આવેલ અંબાલા, સૂરખેડા અને સનાડા ગામની બાજુએ આવેલા એક નાના પર્વત ઉપર ભરમાદેવ નામક દેવતા બિરાજે છે. તેની તળેટીમાં ખૂનપાવા નામના બીજા એક દેવતાનું સ્થાનક છે. આ ત્રણેય ગામના ભરમાદેવ ગ્રામદેવતા છે, આદિવાસી સમાજના આ આરાધ્ય દેવ છે.આદિવાસી સમાજ દ્વારા ભરમાદેવનું પરંપરાગત રીતે અનુષ્ઠાન કરવામાં આવે છે. તે સમયે અહીં ઉત્સવ જેવો માહોલ હોય છે. ભરમાદેવ અને ખૂનપાવા દેવની ઉત્પત્તિ અંગે સૌ કોઈ અજાણ છે અને ભરમા દેવ કુંવારા છે.

ભરમા દેવ પોતે કુંવારા હોવાના કારણોથી અંબાલા, સૂરખેડા અને સનાડા ગામમાં કોઇ યુવાન જાન લઈને જાય તો ભરમા દેવનો પ્રકોપ ઉતરે છે. આ જ કારણે વરરાજાની બહેન મંગલ ફેરા ફરવા માટે આવે છે અને બહેન જ જાન લઇને જાય છે. કહેવાય છે કે વર્ષો પહેલા ત્રણેય ગામના ત્રણ યુવાનોએ લગ્ન કરતા જ કોઇને કોઇ કારણોસર મૃત્યું થયા. આ જ કારણે ગામના આદિવાસી સમાજ દ્વારા પણ આ પરંપરાને પૂર્ણ માનસન્માન આપવામાં આવે છે. આ પરંપરા ખાંડુ પરણવાના રિવાજ સાથે મળતી આવે છે. આદિવાસીઓની આ પરંપરા પાછળ ધાર્મિક આસ્થા જોડાયેલી છે.

અહીં બેન ભાઇ જાન લઇ આવ્યા બાદ તેને વધાવવાની, કન્યાને ચુંદડી ઓઢાડવાની સહિતની વિધિ થાય છે. ગામના પટેલ કે પૂજારી આ વિધિ કરાવે છે. બાદમાં બહેન જ અગ્નિ સાક્ષીએ કન્યા સાથે ફેરા ફરે છે. બંને વાંસના કરંડિયાથી બનેલી પાટી લઇ આવે છે. જેમાં ચોખા અને લગ્નને લગતી બીજી સામગ્રી હોય છે. તે દરમિયાન વરરાજા ઘરે જ રહે છે. સામાન્ય રીતે એક વખત લગ્ન નક્કી થયા બાદ વરરાજા ઘરની બહાર નીકળતા નથી.એક વખત જાન ફરી ગામમાં કન્યા સાથે પરત આવે ત્યારે ગામના સિમાડે ફરી વરરાજા કન્યા સાથે વિધિસર લગ્ન કરે છે અને વધૂને ઘરે લઇ આવે છે. તે બાદ લગ્ન પ્રસંગ પૂર્ણ થાય છે. આદિવાસી સમાજના લગ્ન ખુબ જ સાદાયથી કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!