હું શાંતિથી જમી પણ નથી શકતો સુઈ પણ નથી શકતો,’ અમદાવાદના આધેડે હૃદયદ્વાવક સુસાઇડ નોટ લખી કર્યો આપઘાત
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં આત્મ હત્યા ના બનાવો માં ઘણો વધારો થઇ રહ્યો છે આવી ઘટનાઓ સમાજ માટે ખતરા સમાન છે. લોકો આર્થિક ભીસ કે પછી છેતરપીંડી અથવા તો ઘર કંકાસ, પ્રેમ સંબંધ ને લઈને પોતાનું જીવન ટુકાવી દે છે લોકો આવનાર મુસીબત થી એટલા પરેશાન થઇ જાય છે કે તેનો સામનો કરવાને બદલે પોતાના જીવનને ટુંકાવવના વિચાર પર તેને વધુ શાંતિ પ્રાપ્ત થાય છે.
હાલમાં ફરી એક વખત આવોજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે જ્યાં એક વ્યક્તિને પોતાની મિત્રતા ભારે પડી છે. અને મદદ કરવાના ચક્કર માં તેના પર મુસીબત આવી પડી અને આ મુસીબત સહન ના કરી શકતા વ્યક્તિએ આત્મ હત્યા કરી. મળતી માહિતી અનુસાર આ ઘટના અમદાવાદ ના વેજલપુર ની છે. અહીના રહેવાસી મહેન્દ્ર કુમાર ગોહિલે ફાંશો લગાવી આત્મ હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી નો માહોલ છે. અને આ આત્મ હત્યા પાછળ મિત્રનો દગો જવાબદાર છે.
જણાવી દઈએ કે મહેન્દ્ર ભાઈ ની આત્મ હત્યા બાદ પોલીસ ને જાણ કરતા પોલીસ ને તપાસ માં એક સુસાઇડ નોટ મળી જેમાં મહેન્દ્ર ભાઈએ પોતાના દુઃખ કહેતા આત્મ હત્યા નું કારણ જણાવ્યું હતું. જો વાત આ સુસાઇડ નોટ અંગે કરીએ તો તેમાં મહેન્દ્ર ભાઈએ એક યોગેશ શુકલા અને તેની પત્ની ને આત્મ હત્યા પાછળ જવાબદાર ગણાવ્યા છે.
મહેન્દ્ર ભાઈએ લખ્યું છે કે યોગેશ શુકલાએ તેની સાથે દગો કર્યો છે. ઘટના કઈંક એવી છે કે યોગેશ શુક્લાએ મહેન્દ્ર ભાઈ ના અલગ અલગ વસ્તુ માટે બેંક લોન લીધી હતી ઉપરાંત મહેન્દ્ર ભાઈના ઘણા ડોક્યુમેન્ટ પણ યોગેશ પાસે છે જેના કારણે મહેન્દ્ર ભાઈ નું ક્રેડીટ કાર્ડ પણ યોગેશ પાસે હતું છેલ્લા બે મહિનાથી યોગેશે બેંક લોનના હપ્તા ભર્યા ના હતા ઉપરાંત મહેન્દ્ર ભાઈના પગારના પૈસા પણ ઉપાડી લીધા હતા.
હપ્તા ના ભરતા બેંક દ્વારા મહેન્દ્ર ભાઈને ઉઘરાણી માટે આવતા હતા જેના કારણે પોતે આત્મ હત્યા કરી હોવાનું મહેન્દ્ર ભાઈએ લખ્યું અને સાથો સાથ યોગેશ અને તેની પત્ની ને સજા મળે તેવી પણ માંગ કરી છે. હાલમાં પોલીસ દ્વારા આ સુસાઇડ નોટ દ્વારા યોગેશ અને તેની પત્ની વિરુધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.