અંબાણી પરિવારના આંગણે વધુ એક બાળકની કિલકારી ગુંજશે! મુકેશ અંબાણીની આ પુત્રવધુ બનવા જઇ રહી છે મા…
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરમાં એક પછી એક ખુશ ખબર આપી રહ્યાં છે. થોડા સમય પહેલા જ તેમની પુત્રી ઈશા અંબાણીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો, ત્યારબાદ પરિવારના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી હતી અને હવે આકાશ અંબાણી અને શ્લોકા અંબાણી બીજી વખત માતા-પિતા બનવા જઈ રહ્યા છે.
NMACCના લોન્ચિંગ ઈવેન્ટમાં જ્યારે આકાશ અને શ્લોકાએ મીડિયા સામે આવ્યા ત્યારે તેનું બેબી બમ્પ સામે અવાયું હતું. સુંદર સાડીમાં તેનો બેબી બમ્પ પણ દેખાઈ રહ્યો હતો. આ પહેલી વાર હતું જ્યારે આકાશ અંબાણી અને શ્લોકા મહેતા મીડિયાની સામે આવ્યા હતા. શ્લોકા મહેતાની આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પૃથ્વી અંબાણી પછી પરિવારમાં વધુ એક નાનો મહેમાન આવવાનો છે.
મુકેશ અંબાણી અને નીતા અંબાણીની મોટી વહુ શ્લોકા મહેતા ફરી ગર્ભવતી છે. તે ટૂંક સમયમાં તેના બીજા બાળકને જન્મ આપશે. તાજેતરમાં, શ્લોકા મહેતા મુંબઈમાં અંબાણી પરિવાર દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
વાયરલ થઈ રહેલી તસવીરો અને વીડિયોમાં જોઈ શકાય છે કે આકાશ અંબાણી લીલા રંગના કુર્તામાં છે અને તેની પત્ની શ્લોકા અંબાણી સુંદર સાડીમાં જોવા મળી રહી છે. શ્લોકાએ સાડી સાથે હેવી જ્વેલરી પહેરી છે.
તેમજ તેનો બેબી બમ્પ પણ ચમકી રહ્યો છે. નોંધપાત્ર રીતે, NMACC ઇવેન્ટમાં જાણીતા ઉદ્યોગપતિઓ, કલાકારો અને રાજકીય ક્ષેત્રના દિગ્ગજ લોકોએ હાજરી આપી હતી. આ સમયે બધાની નજર અંબાણી પરિવારના સભ્યો પર ટકેલી હતી.