Gujarat

સુરત મા ફરી ગેંગવોર??? સૂર્યા મરાઠી ગેંગના સભ્ય પર ધડાધડ ફાયરિંગ થયું…જુઓ વિડીઓ

રાજ્યમાં જો વાત કરવામાં આવે તો ગુનાહિત પ્રવૃતિનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે હજી એ ઘટનાને થોડાક જ દિવસ થયા છે જેમાં પોલીસ અને બુટલેગરો વચ્ચે ભારે મૂઠભેડ થઈ હતી. એવામાં હાલ સુરત શહેરમાંથી ધોળા દિવસે ફાયરિંગની ઘટના સામે આવી છે જેમાં દિવ્યભાસ્કરના એહવાલ અનુસાર જાણવા મળ્યું છે કે સૂર્યા મરાઠી ગેંગના સફી શેખ પર બે શખ્સોએ ધોળા દિવસે ફાયરિંગ કર્યું હતું.

આ ફાયરિંગ થતાં લોકોમાં પણ ભારે ડરનો માહોલ છવાય ગયો છે અને આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી જવા પામ્યો છે. સ્થાનિક પોલીસને આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દ્વારા જાણવા મળ્યું છે કે આ ફાયરિંગ જૂની અદાવતને લઈને કરવામાં આવેલ છે.

હાલ સ્થાનિક પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને આ આરોપીને પકડવા માટે પોલીસ કાફલાને છુટ્ટા મૂકી દેવાયા છે. જણાવી દઈએ કે શહેરના ચોક બજારના વેદ રોડ વિસ્તારમાં આવેલ સરદાર હોસ્પિટલની બાજુ જ ફાયરિંગની આ ઘટના બની હતી જેમાં કુખ્યાત સૂર્યા મરાઠી ગેંગના સભ્ય એવા સફી શેખ પર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવતા એક ગોળી સફી શેખના પેટમાં વાગી ગઈ હતી જેથી તે ઇજાગ્રસ્ત થયો હતો આથી તેને તરત જ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે એસીપી એએ આહીર જણાવે છે કે સૂર્યા મરાઠીના જૂની અદાવતમાં શામેલ થઈ ચૂકેલ સફી શેખ પર ફાયરિંગ કરીને બે શખ્સો નાસી ગયા હતા. હાલ આ ઘટનાને ધ્યાનમાં લઈને પોલીસ કાફલો બંને આરોપીની શોધમાં લાગી ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!