અમેરીકા મા વધુ એક ગુજરાતીની હત્યા થઈ ! હોટલ ના માલીક પ્રવિણ પટેલ ને ગોળી…..
આજે વિશ્વના ખૂણે ખૂણે આપણા ગુજરાતીઓ વસે છે, આપણા માટે ગૌરવની વાત છે પરંતુ એક દુઃખદ વાત એ પણ છે કે અવારનવાર ગુજરાતીઓની હત્યાના બનાવો સામે આવતા હોય છે. ખાસ કરીને લૂંટના કારણે ગુજરાતીઓની હત્યા થઈ હોય તેવા કેસ વધુ સામે આવતા હોય છે. હાલમાં જ ગુજરાત સમાચારના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા થઈ છે.
આ બનવાના કારણે પટેલ સમાજમાં પણ શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. આ હત્યા શા માટે અને કોણે કરી છે તે અંગે અમે આપને વધુ વિગતવાર માહિતી જણાવીશું. ખરેખર આ બનાવ ખૂબ જ ચોંકાવનાર છે.
પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર આ દુઃખદ ઘટના નું કારણ ખૂબ જ સામન્ય હતું છતાં પણ એક નિર્દોષ ગુજરાતી એ પોતાનો જીવ ગુમાવવો પડ્યો. મૂળ ચરોતરના રહેવાસી અને હિલક્રેસ્ટ મોટેલના માલિક પ્રવિણ રાવજી પટેલની ગોળી મારીને હત્યા થતાં ગુજરાતી સમાજમાં ચકચાર મચી ગયેલો. આ હત્યા પાછળનું કારણ શું જવાબદાર છે તે અંગે અમે આપને વધુ વિગતવાર માહિતી જણાવીએ.
આરોપી વિલિયમ જેરેમી મૂરે હોટેલમાં એક રૂમ ભાડે લેવા માગતો હતો. ભાડા બાબતે મૃતક પ્રવીણ પટેલ અને આરોપી વચ્ચે બોલાચાલી થતાં આરોપી જેરેમી મૂરે પિસ્તોલ કાઢી અને પ્રવિણ પટેલને ગોળી મારી દીધી હતી.આ હત્યાના બનાવ બનતા જ અમેરિકા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં કારણે મૃતક પ્રવીણ પટેલના પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઇ ગયો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.