મહીલા કોન્સ્ટેબલ ભાવનાબેન ડાભીએ આપઘાત કરી લીધો ! આપઘાતની સવારે કન્ટ્રોલમાં ફોન કરી જાણ કરી હતી કે..
કોરોના કાળ બાદ લોકો ની માનસિક સ્થિતિ પર ઘણી ખરાબ અસર જોવા મળી છે. રાજ્ય મા સતત આપઘાત ના બનાવો બની રહ્યા છે. અમદાવાદ ના પોલીસ કર્મી એ પરિવાર સાથે સામૂહિક આપઘાત કરી લીધો હતો તેને હજી અઠવાડીયું જ થયુ છે ત્યા ફરી અમદાવાદ મા એક ચકચાર મચાવી દે તવો આપઘાત નો કિસ્સો આવ્યા છે જેણા એક મહીલા કોન્સ્ટેબલ એ ગળાફાંસો ખાઈ ને આપઘાત કરી લીધો હતો.
ઘટના અંગે જાણવા મળેલ વિગતો મુજબ અમદાવાદના રાણીપ વિસ્તારમાં જૂના સ્વામિનારાયણ વાસમાં રહેતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ ભાવનાબેન ડાભી એ ગુરુવાર ના રોડ પોતાના ઘરે ડ્રોઈંગ રુમ મા ચુંદડી બાંધી ગળાફાંખો ખાઈ આપઘાત કરી લીધો હતો. જ્યારે આ ઘટના બની ત્યાર મહીલા કોન્સ્ટેબલ ના પતિ બેડરુમ મા સુતા હતા જ્યારે તેવો 7 વાગે બહાર આવ્યા ત્યારે પત્ની ને ગળાફાંસો ખાધેલ હાલત મા જોતા રાણીપ પોલીસને જાણ કરી હતી.
આ ઘટના મા ભાવનાબેન તરફ થી કોઈ સ્યુસાઇડ નોટ લખેલી મળી ના હતી પરંતુ આપઘાતની સવારે ભાવના બેનએ કન્ટ્રોલમાં ફોન કરી નોકરી પર નહિ આવે તેવું કહ્યું હતું. મહીલા કોન્સ્ટેબલ ભાવનાબેન ડાભી 2016માં LRD તરીકે ભરતી થયા હતા. જયારે હાલ તેવો શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવે છે.
ભાવનાબેન ના લગ્ન દોઢ વર્ષ અગાવ ભદ્રેશભાઈ ડાભી સાથે થયા હતા. ભદ્રેશભાઈ ડાભી વાડજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. લગ્ન જીવન મા બન્ને વચ્ચે નાના મોટો ઘર કંકાસ ચાલતો હતો જ્યારે મહત્વનું છે કે પાંચ દિવસ પહેલા જ આ પતિ પત્ની પાંચ દિવસની રજા પર હતા વતનમાં ગયા હતા. ત્યાર બાદ ગુરુવારે આ ઘટના બની હતી જ્યારે હાલ રાણીપ પોલીસ દ્વારા આ ઘટના ની તપાસ કરી રહી છે.