યુવાન નો અનોખો પક્ષી પ્રેમ ! લગ્ન મા અનોખી માળા વાળી કંકોત્રી છંપાવી અને સાથે તુલસી ના છોડ અને કુંડા…
ગુજરાત મા હાલ લગ્નહની સીઝન ચાલુ થય ગઈ છે ત્યારે લોકો લગ્ન મા કાઈક નવીન કરવા માટે લાખો રુપીયા ખર્ચ કરી નાખતા હોય છે ત્યારે હાલ જ અવનવી કંકોત્રી ની ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને લોકો લાખો રુપીયા કંકોત્રી પાછળ ખર્ચતા હોય છે ત્યારે તાજેતર મા અલગ અલગ પ્રકાર ની કકોત્રી બજાર મા જોવા મળે છે ત્યારે હાલ જ એક પક્ષી પ્રેમી એ પોતાના લગ્ન ની અનોખી કંકોત્રી બનાવડાવી છે અને ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે.
આપણે સૌ જાણીએ છીએ કે જેમ જેમ ગ્લોબલ વોર્મિંગ અને પ્રદુષણ વધી રહ્યુ છે તેમ તેમ પક્ષીઓ નો કલરવ ઘટી રહ્યો છે ત્યારે પક્ષી પ્રેમીઓ પણ એવા પ્રયાસ કરી રહ્યો છે કે આવા પક્ષીઓ ને પ્રકૃતિઓ ને બચાવવા મા આવે ત્યારે આવા જ એક પક્ષી પ્રેમી જયરાજ રૂડાભાઈ કરગઠીયા ના લગ્ન પ્રસંગ મા પણ પ્રકૃતિ ને બચાવવા માટે અનોખો પ્રયાસ કર્યો છે જેમા આ યુવાને પોતાના
લગ્નના જમણવાર પ્રસંગે 451 કુંડા અને 51 જેટલા તુલસીના રોપાનું વિતરણ કરાયું હતું. જો જયરાજ રૂડાભાઈ કરગઠીયા ની વાત કરવામા આવે તો તેવો પક્ષીપ્રેમી તરીકે સમગ્ર પંથક મા જાણીતા છે અને છેલ્લા ચાર વર્ષ થી તેવો સાઈકલ પર ચણ અને પાણી લઈ ને દૂર દરિયાકિનારાના, જંગલકાંઠાના વિસ્તારમાં પહોંચી જતા અને ઉનોખી સેવા કરતા. આ કામ મા ગામના અન્ય યુવકો પણ સાથ આપતા અને પક્ષીઓ પણ જયરાજ ભાઈની રાહ જોઈ ને બેઠા હોય છે.
આ યુવાન ના લગ્ન પ્રસંગ મા પણ પોતાનો પક્ષી પ્રેમ દેખાડવાનુ ચુક્યા નથી આ માટે તેવો એ અનોખુ આયોજન કર્યુ છે. જેમા 400 જેટલી કંકોત્રી પણ પક્ષીઓને રહેવા માટેના પુઠ્ઠાના માળા પર છપાવવામાં આવી હતી. આ ઉપરાંત યુવાનોએ જમણવારમાં ઉપસ્થિત મહેમાનોને માટી અને ફાયબરના કુંડા અને તુલસીના રોપાનું વિતરણ કરતા આ આમંત્રિતોએ આ પ્રેરણાદાયી પ્રવૃત્તિની નોંધ લીધી હતી.