Gujarat

ગુજરાતનાં કેબિનેટમંત્રી શ્રી અર્જુનસિંહ અનોખી રીતે દાન કર્યું! સોનું કે ચાંદી નહીં પણ પોતાના વજન મુજબ આપ્યા….

આપણે ત્યાં દાનનો ખૂબ જ મહત્વ છે. કહેવાય છે ને કે, ઈશ્વરે તમને આપ્યું હોય તો એનાથી અઢળક તમે બીજા વ્યક્તિને આપો.આજે દાન અનેક રીતે થતું હોય છે, ત્યારે આજે આપણે એક એવા દાન વિશે વાત કરીશું જે તમામ દાનોમાં સૌથી ઉત્તમ દાન છે. આ દાન વિશે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી એ પણ ખૂબ જ ઉત્તમ વાત કરી. આ સરહાનીય કામગીરી વિશે વધુ જાણીએ.

સમાજમાં આજના સમયમાં લોકો પોતાની યથાશક્તિ મુજબદાતાઓ દ્વારા વ્યક્તિઓના વજન બહારબર સોનું, ચાંદી, રક્ત,અનાજનું દાન થતું હોય છે. ત્યારે હાલમાં ઇ ખેડાના હલદરવાસમાં ધારાસભ્ય અર્જુનસિંહના વજન બરાબર ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું. આજના સમયમાં વિદ્યાદાન એજ સૌથી શ્રેષ્ઠ દાન છે અને આ દાન દ્વારા સમાજમાં શિક્ષણ અંગે મહત્વનો સંદેશ આપ્યો છે અને કોઈપણ શિક્ષા થી વંચિત નાં હોવું જોઈએ.

આ સરહાનીય કામગીરી ગુજરાત રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અર્જુનસિહ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી. આપણે જાણીએ છીએ કે, મોટાભાગના કાર્યક્રમમાં બુકેના બદલે બુક થી સ્વાગત કરો તેવું સુચન કરતા હોય છે. પણ તેમને ખૂબ જ અલગ રીતે કાર્ય કર્યું. હલદરવાસની ચોક્સી એચ.વી. વિદ્યાવિહારમાં ધો.12ના વિદ્યાર્થીઓ નિઃશુલ્ક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું.

ખાસ વાત એ છે કે, શાળા સંચાલકો દ્વારા આ ચોપડા કંઈક અલગ રીતે સ્વીકાર્યા હતા, શાળા દ્વારા મોટો વજનકાટો મંગાવવામાં આવ્યો હતો. જેમાં કેબિનેટ મિનિસ્ટર ને બેસાડી તેમના વજન બરાબરના ચોપડા મુકવામાં આવ્યા હતા. બરાબર 85 કિલો વજનના ચોપડા ધો.12 ના વિદ્યાર્થીઓને વિતરણ કરાયા હતા. ખરેખર આ કિસ્સો ખૂબ જ ઉત્તમ અને સમાજમાં એક શિક્ષણનું મહત્વ શું છે તે અંગે સંદેશ આપ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!