પરિવાર જવાન દીકરાની રાહ જોઇ રહ્યા હતાને આવી અર્થી! રસ્તા વચ્ચે રખડતા ઢોરના લીધે આર્મી જવાનનો લેવાયો જીવ…
હાલમાં દિવસે ને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. આપણે જાણીએ છે કે, ઢોરના ત્રાસના લીધે અનેક લોકોનો જીવ પણ જતો હોય છે, ત્યારે હાલમાં જ એક આર્મી જવાનનું નિધન થઈ ગયું છે. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ દાયી છે. આ ઘટના વિશે વિસ્તુત માહિતી મેળવીએ. વાત જાણે એમ છે કે, કડીના બનાસકાંઠામાં એક આર્મી જવાને જીવ ગુમાવ્યો છે. અકસ્માતમાં આર્મી જવાનનું મોત થતાં સમગ્ર પંથકમાં શોકમગ્ન વાતાવરણ છવાઈ ગયું છે.
આવી પહેલી ઘટના નથી કે રખડતા ઢોરના લીધે વ્યક્તિઓનો જીવ ગયો હોય. વાત જાણે એમ છે કે, આસામ ખાતે ફરજ બજાવી રહેલો જવાન ગાંધીનગર આવ્યા બાદ બુલેટલઈને પોતાના વતન આવતા હતા અને દુઃખદ ઘટના એ બની કે એ દરમિયાન રાત્રે એક આખલો રોડ પર આવી જતાં જવાનને અકસ્માતનડ્યો હતો. અકસ્માતમાં આર્મી જવાને જીવ ગુમાવ્યો હતો. આવા બનાવો અનેકવાર બને છે, ઢોરનો ત્રાસ દૂર કરવા અનેક વખત રજુઆત કરવામાં આવે છે.
આ તમામ બનાવ કાંકરેજના અરકુંવાડાનાં રસ્તા પર બન્યો હતો. આ દિયોદરના વડિયા ગામ ના અરમરભાઈ માળ બુલેટ લઈને પસાર થઈ રહ્યા હતા. રાત્રે આખલો રસ્તા વચ્ચે આવી જતાં તેઓ રોડ પર પટકાયા હતા. જવાન ગાંધીનગરથી પોતાના વતન તરફ જઈ રહ્યા હતા. બનાવ બાદ શિહોરી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ આદરી હતી.
બાદમાં તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. મૃતક અમરતભાઈ ફરજ પરથી પોતાના વતન તરફ આવી રહ્યા હતા ત્યારે જ અકસ્માતમાં મૃત્યું થતાં પરિવારમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો પુત્ર ઘરે આવતો હોવાથી પરિવારમાં ખુશી હતી. જવાને અકસ્માતમાં જીવ ગુમાવતા ઘરે માતમ છવાયો. આ ઘટના ખૂબ જ કરુણદાયક બની એક તરફ પરિવારજનો તેમની આવવાની રાહ જોઈ રહ્યા હતા પરંતુ આખરે તેમની અર્થી પહોંચી.