India

આ જગ્યા પર આવેલું છે એક જવાન નુ મંદીર ! ભાલત નહી ચીન ના લોકો દર્શને આવે છે.

આપણા ભારતના સૈનિકો ની વાત કરીએ તો તેની માટે તો શબ્દો જ ઓછા પડે ! આપણા ભારત દેશના સૈનિકો આપણા દેશની શાન છે, અને દેશનું ગર્વ છે, અને તેમનું આપણા દિલમાં ખુબજ માન છે. એવાજ એક સૈનિક ની આજે વાત કરીએ તો કે જે ભારતીય સેના નો એક સૈનિક કે જેની યાદમાં સિક્કિમ ની રાજધાની ગંગટોકના જેલેપ દરે અને નાથુલા દરેની વચ્ચે બાબા હરભજન સિંહનું એક મંદિર બનાવામાં આવ્યું છે, કે જેની ઉચાઇ આશરે ૧૪ હજાર ફૂટ ની છે. આ સૈનિક ની વીરતા ને કારણે તેનું મંદિર બનાવામાં આવ્યું હતું, અને આ મંદિરમાં શ્રદ્ધાળુ દુર દુરથી દર્શન કરવા પણ આવે છે.

આ સૈનિક ની વાત કરીએ તો બાબા હરભજન સિંહ કે જેમનો જન્મ તા.૩૦ ઓગષ્ટ ૧૯૪૬ ના રોજ  ગુજરાવાલા જીલ્લા માં કે જે હાલ પાકિસ્તાન માં આવેલું છે, ત્યાં એમનો જન્મ થયેલો હતો. અને તેઓ ૨૩ પંજાબ બટાલિયન ના એક સિપાહી હતા  અને તેમણે સન ૧૯૬૬ માં ભારતીય સેનામાં જોડાયા હતા. અને તેઓની બહાદુરી અને વીરતા ને જોઈ તે ત્યાના ઝાબજ સૈનિકો માં “નાથુલાનો હીરો” તરીકે ઓળખાવા લાગ્યા હતા.

એક વાર બન્યું એવું કે હરભજન સિંહ તા-૪ ઓકટોબર ૧૯૬૮ ના રોજ પોતાની ટુકડી સાથે એક જગ્યાએ જઈ રહ્યા હતા, ત્યાં અચાનક એક અઘટિત દુર્ઘટના બની તેઓ એક ઊંડા નાળામાં પડી ગયા, અને ત્યાં એમનું મૃત્યુ થયું હતું. મહત્વની વાત કરીએ તો તેમનું મૃત શરીર મળી આવેલ નહોતું, પરંતુ થયું એવું કે હરભજન સિંહ તેમના એક મિત્ર ના સ્વપ્ન માં જઈ તેમણે કહ્યું કે તેમનું મૃત શરીર ક્યાં છે, અને તેમનો મિત્ર ત્યાં પહોંચ્યો અને ચમત્કાર એવો થયો કે, તે મૃત શરીર ત્યાંથી મળી આવ્યું. અને તેના મિત્ર એ તે મૃત શરીર નો અંતિમ સંસ્કાર કર્યો હતો.

મહત્વની વાત કરીએ તો હરભજન સિંહ મૃત્યુ પામ્યા ત્યારથી અત્યાર સુધી ત્યાના લોકોનું એવું મનાવું છે કે હજુ સુધી મૃત્યુ થયા બાદ પણ હરભજન સિંહ દેશની રક્ષા કરે છે, અને તેમની સેનાને કંઈપણ રીતે  તમામ પ્રકારની માહિતી આપે છે, તેવો ચમત્કાર થાય છે. ત્યારબાદ આ બધું જોઈ તેમની સેનાએ તેમનું વિશાળ મંદિર બનાવ્યું. અને ત્યાં તેમનો ફોટો પણ મુક્યો. અને ત્યાં લોકો પોતાની શ્રદ્ધા થી દર્શન માટે પણ આવે છે, પરંતુ મહત્વ ની વાત તો એ છે કે ચીન ના સેના ના સૈનિકો પણ આ મંદિર પર દર્શન માટે આવે છે, અને બોર્ડર પર થતી ભારત અને ચીન ની ફ્લેગ મીટીંગ માં હરભજન સિંહ માટે તેમની હાજરી  છે જ એમ માનીને તેમની માટે એક અલગથી ખુરશી પણ મુકવામાં આવે છે, આવા જાબાજ સૈનિક ને નમન !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!