ગુજરાતી અભિનેત્રીએ લગ્નના 32 વર્ષ પછી પોતાના પતિની અસિલિયત કહી! ખોટું બોલીને કર્યા અરુણા સાથે….
બૉલીવુડ થી લઈને ઢોલીવુડ તેમજ હિન્દી ધારાવાહિકોમ અભિનયના ઓજસ પાથરનાર અભિનેત્રી અરુણા ઇરાનીનું જીવન ખૂબ જ અટપટું રહ્યું છે. આજે અમે આપને તેમના જીવનની અંગત વાત વિશે જણાવીશું. અત્યાર સુધી તમે તેમના જીવનની સારી અને સુખદ વાતો સાંભળી છે પણ હવે તમે તેમના જીવનની દુઃખદ અને ચોંકાવી દેનાર વાત જાણશો.કહેવાય છે ને કે, ફિલ્મજગત સાથે જોડાયેલા કલાકારોનું જીવન પણ ફિલ્મી કહાની જેવું હોય છે. મોટેભાગના કલાકારોના લગ્ન જીવન અસફળ રહ્યા છે. આજે અમે આપને અરુણા ઇરાની અને તેમના પતિ વચ્ચેના સંબંધો કેવા હતા એ વાત જણાવશું.
લગ્ન સંબંધમાં સોદેદારી અને સાજેદારી જરૂરી છે. કહેવાય છે ને કે, જૂઠ એક દિવસ બહાર આવે છે.લગ્નના 32 વર્ષ બાદ પહેલીવાર અરુણાએ પતિ અને ફિલ્મ નિર્માતા કુકુ કોહલીના એવા જુઠ્ઠાણા વિશે કહ્યું. લગ્ન પહેલા જ કહ્યું હતું. બંનેએ સાથે મળીને મેહમૂદ સાથેના સંબંધો વિશે પણ ખુલીને વાત કરી હતી. મેહમૂદે તેની કારકિર્દી બનાવી અને બગાડી.
અરુણા અને કુકુના લગ્ન 1990માં થયા હતા, જ્યારે તે 40 વર્ષની હતી. તેમના સંબંધોની શરૂઆતને યાદ કરતાં તેણીએ કહ્યું કે, તેમના સંબંધોની શરૂઆત તેમની ફિલ્મના સેટ પર ઘણા ઝઘડાઓથી થઈ હતી પણ એ પ્રેમમાં ક્યારે બદલાય ગયો ખબર જ ન પડી. અરુણા ને કુકુ મળ્યા ત્યારે તે પરિણીત હતો અને પુત્રીઓનો પિતા હતો. પરંતુ તેણે આ વાતનો ખુલાસો કર્યો ન હતો. આ કારણે ક્યારેય તેની પત્ની વિશે વાત ન કરી, પરંતુ કુકુ નું નિધન થતા વાત જાહેર કરેલ.
અરુણા ઇરાની મૂળ ગુજરાતી છે અને તેમના ભાઈ ફિરોઝ ઇરાની ગુજરાતી ફિલ્મોના વિલન તરીકે ખૂબ જ જાણીતા છે.
ફિરોઝ પરિવારે ગુજરાતી ફિલ્મોમાં મહત્વનું યોગદાન આપ્યું છે. ખાસ કરીને અરુણા ઇરાની એ હાલમાં જ ગુજરાતી ફિલ્મોમાં થી વિદાય લઈ લીધી પરતું કહેવાય છે ને કે, માનાં ખોળે થી દીકરી વિદાય લઈને સાસરે જાય પણ પિયર ને ન ભૂલે એમ અરુણા ભલે આજે બોલીવુડમાં હોય પણ પોતાની માતૃભાષા ગુજરાતીને ક્યારેય ન ભૂલે.
