ઘણા લોકો આ વાત થી છે અજાણ! અરુણા ઇરાની અને ફીરોઝ વચ્ચે કયો ગાંઢ સંબંધ છે…
બોલીવુડની જેમ ગુજરાતી સિનેમામાં પણ અનેક પરિવારે ગુજરાતી રંગમંચ અને ગુજરાતી ફિલ્મોમાં મહત્વનુ યોગદાન આપ્યું છે. ત્યારે આજે આપણે એક એવા પરિવાની વાત કરીશું , જેના વિશે તમેં ભાગ્યે જ જાણતાં હશો. બોલીવુડમાં જેમ કપૂર ખાનદાન ફેમસ છે તેમ આપણે ત્યાં ઇરાની પરિવારનું ગુજરાતી સિનેમામાં મહત્વનું યોગદાન છે. આજે અમે આપને ગુજરાતી સિનેમાનાં ઇરાની પરિવા વિશે જણાવીશુ.
ઇરાની પરિવારમાં ફિરોઝ ઇરાની અને અરુણા ઇરાની નું ખૂબ જ મહત્વનું યોગદાન છે. આજે પણ આ બંને કલાકારો ગુજરાતી ફિલ્મો સાથે સક્રિય છે. ત્યારે આજે ઘણાય ઓછા લોકો જાણતાં હશે કે, અરુણા ઇરાની અને ફિરોઝ ઇરાની બંને ખાસ સંબંધ ધરાવે છે. ખરેખર ગુજરાતી સિનેમા આ બંને ઉમદા કલાકારો મહ્ત્વનું યોગદાન આપેલ છે. આજે આ પરિવાર સાથે જોડાયેલ લોકો પણ અભિનય ક્ષેત્રમાં મોખરે છે.
સૌથી પહેલા અરુણા ઇરાની ની વાત કરીએ તો ઈરાનીનો જન્મ મુંબઈમાં થયો હતો. તેણી આઠ ભાઇ-બહેનોમાં સૌથી મોટા હતા. તેમણે દિગ્દર્શક કુકુ કોહલી સાથે લગ્ન કરેલ છે
અરુણા ઈરાનીએ કારકિર્દીની શરૂઆત ૯ વર્ષની ઉંમરે ગંગા જમુના (૧૯૬૧) થી કરી હતી અને તમને જણાવીએ કે ઇરાની પરિવાર માત્ર અરુણા જ નહીં પણ ફિરોઝ વિલેન ભૂમિકા ભજવીને ખાસ સ્થાન બનાવ્યું છે અને એમના જેવું કોઈ આજ સુધી પાત્ર ભજવી શક્યું નથી. અરુણા અને ફિરોઝ બંને એક જ પરિવારમાંથી આવે છે અને બંને સગા ભાઈ બહેન છે.