ગરીબ રિક્ષાચાલકનાં ઘરે અરવિંદ કેજરીવાલે જમીને રાતોરાત જેને લોકપ્રિય બનાવ્યો એની ગરીબાઈ વિશે જાણીને આંસુ આવી જશે, જાણો કોણ છે આ રીક્ષાવાળો…
કોઈ સારું વ્યક્તિત્વ જ્યારે હાથ ઝાલે છે, ત્યારે જીવન આપોઆપ બદલાઈ જાય છે. જ્યારથી અરવિંદ કેજરીવાલ અમદાવાદના રિક્ષાવાળાને ત્યાં જમ્યા છે, ત્યારથી લઈને આ રિક્ષાવાળાનું જીવન લોકચર્ચમાં આવ્યું છે. ચાલો આપણે જાણીએ કે, આ રિક્ષાચાલકનું જીવન કેવું છે કે દિકરા પોતાના પિતાનું અવસાન થતાં પેટિયું રળવા રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું એના ઘરમાં આજે પુત્રી માટે ઘોડિયું પણ નથી, નાના રૂમ-રસોડાના ઘરમાં રહે છે. તમને વિચાર તો આવતો હશે કે, આવા વ્યક્તિનાં ઘરના કેજરીવાલ શા માટે ગયા? દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ જાણીએ.. તમને વિચાર તો આવતો હશે કે, આવા વ્યક્તિનાં ઘરના કેજરીવાલ શા માટે ગયા? દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ જાણીએ.
આ રિક્ષા ચાલક વિશે જાણીએ તો ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા દંતાણીનગરમાં રહેતા સામાન્ય રિક્ષાચાલકનું નામ વિક્રમ દંતાણી છે. તેમના જીવનની દુઃખદ ઘટના વિશે જાણીએ તો લ વિક્રમભાઈના પિતાનું વર્ષ 2013માં અવસાન થયું હતું અને ત્યારથી તેઓ રિક્ષા ચલાવે છે. તેમના બંને ભાઈ તેઓ પણ સામાન્ય પાંચથી દસ હજારની જ નોકરી કરે છે.
તેમનું ઘર ખૂબ જ નાનું છે, જેમાં એક નાની ઓસરી, ત્યાર બાદ એક નાનકડો રૂમ અને રસોડું છે. આ એક રૂમ રસોડાના મકાનમાં વિક્રમભાઈ દંતાણી તેમનાં બે ભાઈ-પત્ની, એક વર્ષની દીકરી અને તેમનાં પત્ની સાથે રહે છે.. વિક્રમભાઈ એટલા સામાન્ય ગરીબ પરિવારમાંથી આવે છે કે તેમના પુત્રના માટે ઘરમાં ઘોડિયું પણ નથી અને તેઓ ખાટલામાં ઘોડિયું બાંધીને રહે છે. જ્યારે આવા ગરીબ પરિવારનાં ઘરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જમવા આવ્યા ત્યારે સૌ કોઈની નજર રિક્ષાચાલક પર છે.
વિક્રમમાં ઘરે જ કેમ ગયા એવું દરેકના મનમાં પ્રશ્ન થાય. તો આપને જણાવીએ કે, ઓટોરિક્ષા ડ્રાઇવર એસોસિયેશનની મીટિંગ હતી અને એમાં અરવિંદ કેજરીવાલના રિક્ષાચાલકો સાથેના સંવાદમાં અમારે જવાનું હતું. વિક્રમ પંજાબનો એક વીડિયો જોયો હતો, જેમાં તેઓ રિક્ષા-ડ્રાઇવરના ઘરે જમવા ગયા હતા, જેથી વિકર્મને લાગ્યું કે હું આમંત્રણ આપું, જેથી મેં તેમને આમંત્રણ આપતાં તેઓ મારા આમંત્રણનો સ્વીકાર કરીને ઘરે જમવા માટે આવ્યા હતા.
ખાસ વાત એ છે કે, કેજરીવાલ તેની જ રિક્ષામાં બેસીને તેના ઘરે ગયા હતા. તેના ઘરમાં બેસીને ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાથે કેજરીવાલ સાદું ભોજન જમ્યા હતા. વિક્રમ કેજરીવાલ તાજ હોટલથી રિક્ષામાં બેસાડીને મારા ઘરે લઈ આવેલ.
અરવિંદ કેજરીવાલને આવ્યા ત્યારે લોકોની ખૂબ જ ભીડ જોવા મળી હતી. વિક્રમનો પરિવાર ખૂબ જ ખુશ થયેલ. વિક્રમ કહેલું કે તાજ હોટલેથી હું તેમને રિક્ષામાં લઈને આવ્યો ત્યારે પાછળ અરવિંદ કેજરીવાલ બેઠા હતા, જોકે તેમની સાથે કોઈપણ પ્રકારની વાતચીત થઈ ન હતી પણ જમતી વખતે અરવિંદ કેજરીવાલે જમતી વખતે મારી સાથે મારા પરિવાર વિશે વાતચીત કરી હતી, ત્યારે તેમના પરિવાર વિશે પૂછેલું.
તમને જણાવીએ કે વિક્રમનાં ઘરમાં ભાઈ, મારી પત્ની, 1 વર્ષની બાળકી અને માતા સાથે રહે છે. અરવિંદ કેજરીવાલ જમવામાં આવવા હોવાથી તેમના માટે દૂધીનું શાક, દાળ-ભાત અને રોટલી જમાડયા હતા. ખરેખર અરવિંદ કેજરીવાલ લોકોનું દિલ જીતી લીધું છે અને આ એક અવસરથી વિક્રમનું જીવન બદલાય ગયું છે અને લાઇમ લાઈટમાં આવી ગયા છે. વિક્રમનું ઘર ભલે નાનું છે પણ હૈયું અપાર છે અને આ જ કારણે તેમના આદારભાવને કારણે અરવિંદ કેજરીવાલ આવ્યા.