મોટોભાઈ જેલમાંથી બહાર આવતા જ બહેન સુહાનાએ મિત્રો સાથે પાર્ટી માણી, તસવીરો વાઇરલ
હાલ આપ સૌ લોકો જાણો છો કે કિંગ ખાન શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન એક ડ્રગ્સ કેસ માં સંડોવાયેલ હતો, તેના લીધે શાહરૂખ ખાન અને તેના પરિવાર ને ખુબજ મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો છે. પરંતુ રાહતના સમાચાર એ છે કે આર્યન ખાન ને ડ્રગ્સ ના કેસ માંથી જામીન મળી ગયા છે અને તે આર્થર રોડ જેલમાંથી બહાર આવી ગયો છે.
મહત્વની વાત તો એ છે કે, શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન ને જેવા તેના મોટા ભાઈ ના જેલમાંથી છુટવાના સમાચાર મળતા ની સાથે તેણી એ પાર્ટી માણવાનું શરુ કરી દીધું છે. અને સુહાના ખાને આર્યન ના જામીન મંજુર થતા ની સાથે જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના અને આર્યન ની બાળપણ ની તસ્વીર શેર કરી હતી. હાલ સુહાના ખાન ન્યુયોર્ક ખાતે પાર્ટી માણી રહી છે.
શાહરૂખ ખાને પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસ બાદ પોતાની શુટિંગ નું કાર્ય થોભાવી દીધેલ હતું. હવે પુત્ર ને જામીન મળ્યા બાદ આર્યન ખાન નો જન્મદિવસ તા. ૧૩ નવેમ્બર ના રોજ તેનો જન્મદિવસ સેલીબ્રેટ કરી શાહરૂખ ખાન પોતાની ફિલ્મ “પઠાણ” નું શુટિંગ સ્પેનમાં કરશે.
આર્યન ખાન ઘરે આવતા શાહરૂખ ખાન અને ગૌરી ખાને રાહત ના શ્વાસ લીધા છે, આર્યન જેલમાંથી ઘરે પરત તે તેના પરિવાર ને ભેટી ને રડવા લાગ્યો હતો ન્યુયોર્ક માં સુહાના સાથે વિડીઓ કોલ માં પણ વાત કરેલ હતી. સુહાના પણ વિડીયો કોલ માં રડવા લાગી હતી..શાહરૂખ ખાન નો, કે ૨ નવેમ્બર ના રોજ શાહરૂખ ખાન નો જન્મદિવસ છે, તેમણે નક્કી કર્યું છે તે પોતાનો જન્મદિવસ ધૂમધામથી ઉજવશે નહિ, શાહરૂખ ખાન તેના મન્નતની બહાર ઉભા રહેલા ચાહકોને અભિવાદન કરશે.