GujaratViral video

દિકરીના હાથ મા વર્ષો બાદ નાનો ભાઈ આવતાની સાથે જ ધૃસકે ધૃસકે રડી પડી ! જુઓ વિડીઓ

બાળકો મનના સાફ અને સાચ્ચા હોય છે આથી તોં તેમને ભગવાન નું રૂપ માનવામાં આવે છે.નાના બાળકો ઘણી વાર એવી હરકતો કરતા હોય છે કે તેમની માસૂમિયત ના દરેક લોકો દિવાના થઈ જાય છે.નાના બાળકો તો એટલા સાચા હોય છે કે તે કોઈ પણ કામ કરે આકર્ષક અદામાં થી દરેક લોકોના દિલને આકર્ષી લે છે.નાના બાળકો એવી હરકતો કરતા હોય છે કે જે જોઈ હસવું આવી જાય છે.આજે સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતાં હોય છે.જેમાં નાના બાળકોના વિડીયો જોઈને આપણે ઘણીવાર ભાવુક બની જતા હોઈએ છીયે

તો ઘણીવાર આવા બાળકો ની મજાક મસ્તી પર હસી પડતા હોઈએ છીએ. એમાં પણ જો મોટા ભાઈ કે બહેન ના ઘરે જો નવજાત બાળક નું આગમન થાય તો તેમની ખુશીનો પાર  નથી હોતો. અને આથી જ કહેવાય છે ને કે નવજાત શિશું પરિવાર માં અસીમ ખુશીઓ અને પ્રેમ લઈને આવે છે જેના બાદ પુરા પરિવારમાં માત્ર ખુશીઓ જ જોવા મળે છે. ત્યારે હાલમાં એક આવો જ વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે જેમાં મુંબઈ ના એક પરિવાર માં નવજાત બાળક નું સ્વાગત કર્યાનો વિડીયો જોવા મળી આવે છે

જેમાં આખો પરિવાર ખુશીઓથી જુમી રહ્યો છે પરંતુ તે દરેકમાં સૌથી વધારે ખુશ તેની બહેન હોય એમ લાગી રહ્યું છે અને પોતાના ઘરે નવજાત ભાઈ આવ્યો છે તે વાત સાંભળતા અને પોતાના નવજાત ભાઈને હાથ માં લેતા જ તે બાળકી એવી પ્રતિક્રિયા આપે છે કે વિડીયો જોઈને તમે પણ ભાવુક થઇ જશો.વાસ્તવ માં મુંબઈ ના ગાયનેક અને આઇવીએફ વિશેષજ્ઞ ડો. યુવરાજ જાડેજા એ પોતાના ઈનસ્ટરાગ્રામ હેન્ડલ પાર એક દિલને આકર્ષિત કરી દેતો વિડીયો શેર કર્યો છે

જે વિડીયો જોઈ દરેક લોકો પોતાના આંસુ રોકી શક્યા નથી. વાઇરલ થઇ રહેલા આ વિડીયો માં તમે જોઈ શકો છો કે ડોક્ટર નવજાત બાળક ને પોતાના પરિવાર ની સાથે મેળવવા માટે લઇ જાય છે અને ત્યાં જ બહાર ઉભેલી તે બાળક ની મોટી બહેન તે બાળક ને જુવે છે અને હાથ માં લે છે ત્યાં જ તેના આંસુ સારી પડે છે અને નવજાત બાળક ને હાથમાં આવતા જ તે ધૂસકે ધૂસકે રડી પડે છે. અને ભાવુક બની જાય છે.

મોટી બહેન હોવાથી જેવી જ તેના હાથમાં નવજાત બાળકને આપવામાં આવે છે કે  બહેન પોતાના  નાના ભાઈ ને માથા પર  પ્યારું વહાલ કરે છે અને ત્યાર બાદ ખુશીના કારણે રડવા લાગે છે. સાચે જ આ પલ બહુ જ ભાવુક કરી દેતો છે અને આ બાળકીએ જેવા નવજાત ને હાથમાં લીધું કે તેની જ પ્રતિક્રિયા છે તે જોઈ દરેક  લોકો આસુ  રોકી શક્યા નથી. આ વિડીયો જોઈને લોકો ભાવુક બની રહયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!