માતા પિતાઓ માટે ચેતવણીરુપ કિસ્સો ! પ્રેમ સંબંધ મા 17 વર્ષ ની ઉમરે યુવતી કુવારી માતા બની અને પ્રેમી એ વારંવાર…
ગુજરાતમાં દિવસે ને દિવસે યુવતીઓ સાથે રેપ અને છેડતી તેમજ હત્યાના બનાવો બની રહ્યા છે, ત્યારે હાલમાં જ એક એવી ઘટના બની છે જે, માતા પિતાઓ માટે ચેતવણીરુપ સમાન કિસ્સો છે. ! પ્રેમ સંબંધ મા 17 વર્ષ ની ઉમરે યુવતી કુવારી માતા બની અને પ્રેમી એ વારંવાર જે કર્યું એ ખૂબ જ ચોંકાવી દેનાર છે. આ ઘટના વિશે જ્યારે તમે સંપૂર્ણ વિગત જાણશો ત્યારે સમજાશે કે, આખરે આ સમગ્ર ઘટના કંઈ રીતે બની છે.
આજે એક તરફ ગ્રીષ્મામાં હત્યારા ને સજા આપવામાં આવશે, ત્યારે ગુજરાતમાં રોજ અનેક દીકરીઓ હવસ ખોર પુરુષોની શિકાર બની રહી છે. આ ઘટનાં બની છે માંડવી તાલુકાના નાનીચેર ગામમાં. જ્યાં એક યુવાને તરૂણી સાથે પ્રેમનું નાટક રચ્યું અને તેની સાથે જાતીય સંબંધ પણ બાંધ્યા અને આજ કારણે 10માં ધોરણમાં અભ્યાસ કરતી આ તરૂણી કુંવારી માતા બની છે. બે દિવસ અગાઉ જ તરૂણીએ બાળકને જન્મ આપ્યો હતો. હાલમાં આ મામલો માંડવી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, વિશાલ ચૌધરી નામનો યુવક પોતાના પરિવાર સાથે નાનીચેર ગામે રહે છે. બે વર્ષ પહેલા લગ્ન પ્રસંગમાં તરૂણી સાથે ઓળખાણ થઈ હતી. આ દરમીયાન તરૂણી નવમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી. આ જ સ્કૂલમાં વિશાલનો ભાઈ પણ અભ્યાસ કરતો હતો. જેના કારણે વિશાલ અવારનવાર તેની સ્કૂલે જતો હતો.
આ જ કારણે બંને વચ્ચે પ્રેમ સંબંધ આગળ વધ્યો હતો. પ્રેમ સંબંધમાં યુવકે તરૂણીની ઉંમરનો પણ ખ્યાલ રાખ્યો ન હોય તેમ પોતાના ઘરે અને માંડવી લઈ જઈને અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા.તરૂણી ધોરણ 10માં નાપાસ થઈ હતી જેના કારણે તે રિપીટરની પરીક્ષા માટેની તૈયારીઓ કરી રહી છે. આ ઉપરાંત તે માંડવીમાં કોમ્પ્યુટરનો કોર્સ પણ કરતી હતી. જેથી વિશાલ તેને મળતો હતો. બાદમાં તરૂણીના પરિવારજનોને વિશાલ સાથેના તેના પ્રેમ સંબંધની જાણ થઈ હતી.
વિશાલ સાથે શારીરિક સંબંધના કારણે તરૂણી ગર્ભવતી બની હતી. બે દિવસ પહેલા જ તેણે એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. પરંત બે દિવસ બાદ તરૂણીની તબીયત બગડી હતી જેના કારણે તેની માતા તેને લઈને સરકારી દવાખાને ગઈ હતી. જ્યાં તરૂણીની ઉંમરની હકિકત જાણ્યા બાદ માંડવી પોલીસને જાણ કરવામાં આવી હતી.
