Gujarat

એસેપી સફીન હસનનો સપાટો ! ભાવનગર ના આડોડીયા વાસમા 14 દારુના અડ્ડા પર એક સાથે દરોડો પાડી….

આપણે જાણીએ છે કે, ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં પણ અનેક શહીરોમાં અને ગામમાં પણ દારૂનું અડ્ડા આવેલ હોય છે. ત્યારે હાલમાં જ ભાવનગર શહેરમાં એસપી સફિન હસન દ્વારા ખુબ જ સરહાનીય કાર્ય કરવામાં આવ્યું છે. વાત જાણે એક છે કે,ભાવનગર શહેરના આડોડીયાવાસમાં વર્ષોથી દારૂનું વેચાણ થતુ આવ્યુ છે. ત્યારે આજે દારૂના ભાવનગર, શનિવાર હાટડા ઉપર એએસપી સહીત મસમોટો પોલીસ કાફલો ત્રાટક્યો હતો.

જેને લઈ દારૂનું વેચાણ કરતા અને બંધાણીઓમાં નાસ ભાગ જોવા મળી હતી.પોલીસના દરોડા દરમિયાન ૧૨ જેટલા મકાનમાંથી દેશી વિદેશી દારૂ મળી આવતા કબ્જે લઈ ૧૦ જેટલા પ્રોહિબીશનના જુદા જુદા ગુના દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે આથાનો નાશ કરવામાં આવ્યો હતો.બનાવની જાણવા મળતી વિગતો અનુસાર શહેરના દેશી દારૂના દરિયા સમા આડોડીયા વાસમાં આજે શનિવારે સમી સાંજના સુમારે મસમોટો પોલીસ કાફલો દારૂના હાટડા ઉપર ત્રાટક્યો હતો. ભાવનગર એએસપી સફીન હસન, ઘોઘારોડ, ગંગાજળીયા, બોરતળાવ અને મહીલા પોલીસ મથકના પીએસઆઈ સહીત પોલીસ કર્મચારીઓએ આડોડીયાવાસમાં તપાસ હાથ ધરી હતી.

જેને લઈ દારૂનુ વેચાણ કરતા બુટલેગરો અને દારૂ પીવા આવતા બંધાણીઓમાં નાસભાગ મચી હતી. પોલીસે અનેકને સકંજામાં પણ લીધા હતા. આડી. વાસના બાર જેટલા મકાનોમાંથી દેશીનો જથ્થો અને ૮ જેટલી પેટી વિદેશી દારૂ મળી આવતા કબ્જે લેવાઇ હતી. જ્યારે દારૂ બનાવવાના આથાનો નાશ કરવામાં આવ્યો હતો.આડોડીયાવાસમાં દારૂ બનાવવાની ધગતી ભઠ્ઠી મળી આવતા તોડી પડાઈ હતી. અને સર સામગ્રી બરામત કરવામાં આવી હતી. સમી સાંજથી શરૂ થયેલ

પોલીસ કાર્યવાહી રાત્રી સુધી શરૂ રહેવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ઘોઘારોડ પોલીસ છાશવારે દરોડા પાડી રહી છે. અને ગુનાઓ દાખલ કરી રહી છે. પરંતુ આ દુષણ જાણે બંધ થવાનુ નામ જ નલેતુ હોય તેમ વકરી રહ્યુ છે. એક સમયે માત્ર દેશી દારૂના વેચાણ સુધી સિમીત હતુ ત્યા આજે બિયર બાર જેવી સવલતો આપી વિદેશી દારૂનુ વેચાણ ખુલ્લે આમ થઈ રહ્યુ છે. તે પણ પોલીસની નજર બહાર નથી.વાર તપાસ હાથ ધરી છે.આજે જ્યા મોટા પાયે દરોડા પડ્યા છે. ત્યા ફરિ દારૂનુ વેચાણ શરૂ થઈ જાણ છે. ખેર, પોલીસના મસમોટા દરમિયાન ઘોઘારોડ પોલીસે જુદા જુદા ગુના દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!