અમદાવાદ : આ ઢગ ટોળકી ATM માથી ગ્રાહકો ના પૈસા એવી રીતે ઉપાડી લેતી હતી જાણી ને પોલીસ પણ ચકરાઈ ! એક ચિપ થકી ઘણા છેતરાયા
દિવસે ને દિવસે એવા ગુન્હાઓ ઘટી રહ્યા છે કે, આપણે કલ્પના પણ ન કરી શકીએ. હાલમાં જ એક આવી જ ઘટના સામે આવી છે. જો તમે એટીએમમાં પૈસા ઉપાડવા જાવ અને જો તમારા પૈસા ન ઉપડે તો ચેતી જજો. હાલમાં જ એમ એવો બનાવ સામેં આવ્યો છે કે, જો તમે પૈસા ઉપાડો અને ન નીકળે તો તમારે તાત્કાલિક બેન્ક જાણ કરવી જોઈએ. હાલમાં જ જાણવા મળ્યું છે કે, આરોપીઓ દ્વારા એટીએમમાં રૂપિયા નીકળવાના સ્લોટમાં એક ખાસ પ્રકારની હાથ બનાવટની ચિપ મુકેલી હશે અને આ ચીપના લીધે તમારા રૂપિયા નીકળશે નહીં.
આરોપીઓ આ ચીપ કાઢીને તમારી મહેનતની કમાણીને ગણતરીની મિનિટોમાં ATMમાંથી કાઢી લેશે. હાલ ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરીને આખા રેકેટનો પર્દાફાશ કર્યો છે.આ આરોપીઓ ચીપની મદદથી કોઈ વ્યક્તિનું ટ્રાન્જેક્શન ન થાય અને તેમના ગયા બાદ તેમના રૂપિયા ઉપાડી લેતા હતા અને એટીએમનું સર્વર ડાઉન કરવા માટે પ્રયાસ કરતા હતા જેથી કંટાળીને ગ્રાહક જતો રહેતો હતો તેમના ગયા બાદ તે રૂપિયા ફેરવી લેતા હતા. આવું આરોપીઓ દ્વારા ત્રણ જેટલા એટીએમમાં કરવામાં આવ્યું છે.
આ ત્રણેય આરોપીઓ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી છે. એવી ચિપ બનાવી કે ATMમાં પાસવર્ડ નાંખ્યા વગર જ પૈસા ઉપડી જતા હતા. સાયબર ક્રાઇમના ચોપડે અશોક સિંહ નામનો મુખ્ય આરોપી જે ફરાર છે, એ જ વ્યક્તિ ત્રણેય આરોપીઓને ખાસ પ્રકારની ટ્રેનિંગ આપી હતી. ATM ધારકનાં પૈસા નીકળતા નહિ એટલે તે જતા રહેતા અને આ ગેંગ એટીએમમાં પ્રવેશ કરી આ ચિપિયાની બહાર કાઢીને ચીપિયામાં ભરાવેલા રૂપિયા બહાર કાઢીને ફરાર થઇ જાય છે.
અમદાવાદ સાઇબર ક્રાઈમ બ્રાન્ચએ રોહિત સિંગ, વિમલ પાલ, તથા ધીરેન્દ્ર કુમાર પાલ નામના ત્રણેય આરોપીઓની સાયબર ક્રાઇમે ધરપકડ કરી લીધી છે અને મુખ્ય આરોપી આશોકસિંહ હાલ પોલીસ ચોપડે વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે.આ તમામ આરોપીઓમાંથી રોહિત સિંગ માત્ર 7 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે. બીજો આરોપી વિમલ પાલ BSC સુધીનો અભ્યાસ કરેલો છે અને ધીરેન્દ્ર કુમાર પાલ 09 ધોરણ સુધી ભણેલો છે.
આ ગેંગ દ્વારા માત્રને માત્ર SBI બેંકના એટીએમ નેજ નિશાન બનાવવામાં આવતા હતા. તેનું એક માત્ર કારણ એ પણ આરોપીઓએ જણાવ્યું હતી કે, SBI બેંકના એટીએમની બહાર કોઈ સિક્યોરિટી ગાર્ડ તૈનાત રહેતો ન હતો. જેના કારણે આરોપીઓ ખૂબ જ સરળતાથી પોતાના કામને અંજામ આપી શકતા હતા. શહેરની સામાન્ય હોટલોમાં રોકાઈને શહેરના લગભગ 40 જેટલા SBIના એટીએમમાંથી કુલ 92,000 રોકડની ઉઠાંતરી કરેલા હોવાનું કબુલ્યું છે.