Gujarat

રાજકોટ SOG પોલિસે જસદણનાં ATMમાંથી થયેલ 17.33 લાખની ચોરીનો ભેદ ઉકેલ્યો, ચોરી કરાવનારનું નામ જાણીને ચોંકી જશો…

હાલમાં થોડા દિવસો પહેલા જ રાજકોટ જિલ્લાના જસદણમાં ગત મહિને ATM માંથી રૂ.17.33 લાખની ચોરીનો બનાવ બન્યો હતો. હાલમાં આ ચોરીનો ભેદ ઉકેલાયો છે. ચોરી કરનાફ શખ્સનું નામ જાણીને ચોંકી જશો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, બેંક ઓફ બરોડાના ATM મશીનનું લોક ખોલી પાસવર્ડનો ઉપયોગ કરીને ચોરી કરવામાં આવી હોઇ જેમાં જાણભેદૂની સંડોવણીની શંકા હતી. જથી જસદણ પોલીસે ત્રણેક શકમંદોને પુછતાછ કરી હતી.

સિક્યોર વેલ્યુ નામની કંપનીમાં ATM લોડર તરીકે નોકરી કરતાં રાજકોટ બેડીનાકા ટાવર પાસે કાચબા મંદિરમાં રહેતાં જયપુરી અતુલપુરી ગોસ્વામીની પણ જે તે વખતે જસદણ પોલીસે પુછતાછ કરી હતી. એ પછી આ યુવાને ગળફાંસો ખાઇ 19 સપ્ટેમ્બરના રોજ આપઘાત કરી લીધો હતો. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે પોતાના દિકરા જયપુરીને પોલીસે ખોટી રીતે પુછતાછ માટે બોલાવી તેને ટોર્ચરીંગ કરી મારકુટ કરતાં તેણે આપઘાત કરી લીધો છે.

આ ચોરીનો ભેદ રાજકોટ શહેર SOG પોલીસે ઉકેલી નાખી બે શખ્સોની ધરપકડ કરી હતી.પોલીસે ધવલ ભરતભાઇ ઉર્ફ અનિલભાઇ સાકરીયાતથા નિખીલ હસમુખભાઇ ત્રિવેદીને ઝડપી પાડ્યા છે. જસદણ ATM માં થયેલી 17.33 લાખની ચોરીમાં આ બંને સામેલ હોવાની પાક્કી બાતમી SOG પોલીસને મળતાં આ બંનેને પ્રાથમિક પુછતાછમાં ધવલે કબુલ્યું હતું કે આપઘાત કરનાર જયપુરી ગોસ્વામી તેનો મિત્ર હતો.

જયને અને પોતાને પૈસાની જરૂર હોઇ જયપુરીએ જ જસદણ ATM માં રૂપિયા લોડ કર્યા બાદ પોતાને ATM ની ચાવી આપી હતી અને લોક ખોલવા માટેના પાસવર્ડ આપ્યા હતાં. એ પછી પોતે મિત્ર નિખીલને બાઇકમાં બેસાડી જસદણ ગયો હતો અને ATM માંથી ચોરી કરી લીધી હતી. જે 17.33 લાખની રોકડ મળી તેમાંથી પોતાને અને નિખીલને રૂ. 3.40 લાખ, 3.40 લાખ મળ્યા હતાં. બાકીની રકમ જયપુરીને આપી દીધાનું ધવલે કબુલ્યું હતું.

ધવલ અને નિખીલે પોતાને મળેલી મોટા ભાગની રકમ મકાન રિનોવેશનમા અને દાગીના પર લોન લીધી હોઇ તે છોડાવવામાં વાપરી નાંખી હતી. એક પાસેથી 1.01 લાખ અને બીજા પાસેથી 1.40 લાખની રોકડ તથા મોબાઇલ ફોન, એક્ટિવા મળી કુલ રૂ. 3.11 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે..બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!