માતા-પિતાને ફોન કરીને કહ્યું કે હું આત્મહત્યા કરું છુંઃ અને આત્મહત્યા કરી ! સાત વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરેલા
વર્તમાન સમયમાં આત્મહત્યાનું પ્રમાણ વધી ગયું છે. ક્યારેક કેટલાક લોકો નજીવી બાબતે આત્મહત્યા કરી લેતા હોય છે. તો કેટલીક વાર એવું બનતું હોય છે કે, તકલીફો એટલી હાવી થઈ જાય છે કે, કોઈને કોઈ વ્યક્તિ અનિચ્છાએ પણ આત્મહત્યા કરવા મજબૂર બનતા હોય છે. બાકી આત્મહત્યા કરવાનો ક્યારેય કોઈને શોખ નથી હોતો, પરંતુ મનુષ્ય ક્યારેક એવો ફસાય છે અથવા તો એટલો દુઃખી થઈ જાય છે કે, તેને આત્મહત્યા કર્યા સિવાય કોઈ બીજો રસ્તો સુઝતો જ નથી. પરંતુ એ વાત પણ સત્ય છે કે, દરેક સમસ્યાનું સમાધાન હોય છે એટલે આત્મહત્યા કરતા પહેલા સમાધાનનો રસ્તો વિચારવો જોઈએ.
આવી જ એક ઘટના વલસાડના મોગરાવાડી ખાતે બની છે. અહીંયા એક પરણીત પુરૂષે આત્મહત્યા કરી લીધે છે. આત્મહત્યા કરનાર વ્યક્તિનું નામ ધવલ રાઠોડ છે. આ ભાઈ પહેલા તેમની પત્ની અને 3 બાળકોને પીયર મૂકી આવ્યા હતા અને બાદમાં દારૂના નશામાં માતા-પિતાને ફોન કરીને કહ્યું હતું કે, હું જીવન ટૂંકાવી રહ્યો છું. અને બાદમાં ધવલે આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યાના પગલે આખા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ બનાવની જાણ થતા જ સીટી પોલીસે લાશનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી.
ધવલ નામના આ વ્યક્તિએ 7 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. જો કે, ધવલે કયા કારણોસર આત્મહત્યા કરી તેની વિગતો હજી સામે આવી નથી. પરંતુ જ્યારે ધવલે તેના માતા-પિતાને ફોન કરીને કહ્યું કે, હું આત્મહત્યા કરું છું ત્યારે માતા-પિતાએ તેને સમજાવવાના ઘણા પ્રયાસો કર્યા હતા પરંતુ કોઈપણ રીતે ધવલ માન્યો નહોતો અને ફોન કટ કરીને આત્મહત્યા કરી લીધી હતી.
વલસાડના મોગરવાડી વિસ્તારમાં રહેતો યુવક ધવલ ગુણવંતભાઈ રાઠોડે 7 વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કર્યા હતા. રવિવારે સાંજે ધવલ 3 બાળકોની સાથે પત્નીને તેના પિયર મૂકી આવ્યો હતો. ઘરે આવ્યા બાદ દારૂના નશામાં ધવલે અટક-પારડી રહેતા તેના માતા-પિતાને ફોન કરીને અગમ્ય કારણોસર પોતે આત્મહત્યા કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું.
