એક બેન અમેરીકા થી 500 ડોલર ની માનતા લઈ ને કબરાવ ધામ પહોચ્યા ! બાપુ એ પણ એવુ કીધુ કે…. જુઓ વિડીઓ
કચ્છ ખાતે આવેલ કબરાઉધામ અનેક ભાવિ ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. આપણે સૌ કોઈએ જાણીએ છે કે, સૌ ભાવિ ભક્તોની મનોકામના માતાજી પૂર્ણ કરે છે. રોજ લાખો ભાવિ ભક્તો પોતાની માનતા પુરી કરવા મંદિરે આવે છે. મંદિરે આવનાર દરેક ભક્તો સોના- ચાંદી તેમજ લાખો રૂપિયાની માનતા લઈને આવે છે પરંતુ આ મંદિરે એક રૂપિયો કે કોઈ વસ્તુ સ્વીકારવામાં આવતી નથી.
આ મંદિરના મહંત શ્રી મણિધર બાપુ છે, જેઓ મંદિરે જ હાજર હોય છે અને અહીંયા આવનાર દરેક ભક્તોને માતાજી વિષે અને સામાજિક અને ધાર્મિક વાતો કહીને લોકોને સમજાવે પણ છે કે ક્યારેય અંધશ્રદ્ધા ન રાખવી તેમજ ક્યારેય પણ ખોટું કામ કે દારૂનું સેવન ન કરવું જોઈએ. ખરેખર એકવાર તો આ મંદિરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ.
હાલમાં જ આ મંદિરમાં અમેરિકાના જ્યોર્જથી હંસા બેન પટેલ 500 ડોલરની માનતા પૂરી કરવા આવ્યા હતા. અમેરિકાના 500 ડોલર એટલે અહિયાંના રૂ. 40800 રૂપિયા થાય. મહિલાએ જ્યાર બાપુને આ પૈસા આપ્યાં. ત્યારે બાપુએ મહિલાને પૂછ્યું કે તારે ત્યાં કોઈ દીકરી છે? તો બહેન કહે કે મારે બે દીકરા છે. જેથી બાપુ કહે તો નંણદ છે? બહેન કહે છે કે તેઓ ગુજરી ગયા. આ કારણે બાપુ કહે દેરીયા જેઠીયાની દીકરી હોય એ દીકરીએ આપણી જ કહેવાય જેથી આ પૈસા એને આપી દેજે. ચાલીસ હજારની માથે 51 રૂપિયા આપીએ તમામ પૈસા બાપુ પરત કરી દે છે.
ખરેખર બાપુ પોતાના મંદિરે એક પણ રૂપિયો સ્વીકારતા નથી પરંતુ જે પૈસા માનતાના આવે તેના પર એક રૂપિયો આપીને પરત કરે છે અને આ પૈસા દીકરી કે પુત્ર વધુને તેમજ કોઈ વસ્તુ હોય તોકુળદેવીને અર્પણ કરવાનું કહે છે. ખરેખર કબરાઉ ધામ માં મોગલનું પરમ ધામ છે અને અહિયાં રાખેલ માનતા અવશ્યપણે પૂર્ણ થાય છે. વિદેશથી પણ લાખો લોકો પોતાની માનતા પૂરી કરવા આવે છે.