Entertainment

શું તમે જાણો છો ‘તારક મેહતા’ શોમાં દયાબેન સિવાયનું આ પાત્ર પણ છેલ્લા ૨ વર્ષથી શોમાં નજરે નથી પડ્યું, જાણો કયું પાત્ર હોય શકે છે?

મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે છેલ્લા એક દશકથી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં’ શો એ લોકોને મનોરંજન પૂરું પાડી રહ્યું છે. આ શોને છેલ્લા ૧૩ વર્ષથી ખુબ પ્રેમ મળી રહ્યો છે એટલું જ નહી નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધીના તમામ લોકોનું દિલ આ શોએ જીતી લીધું છે. જો આ શોએ પોતાના પાત્રો દ્વારા ખુબ પ્રખ્યાત થયો છે. “તારક મેહતા’ શોમાં કાર્ય કરતા તમામ કલાકારોને દર્શકોનો ખુબ પ્રેમ પ્રાપ્ત થયા છે, જેમાં જેઠાલાલ, દયાબેન, ભીડે જેવા તમામ કાલાકરોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. એવામાં આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે છેલ્લા બે વર્ષથી દયાબેન શોમાં હાજર નથી આથી આ શોમાં પેહલા જેવી મજા રહી નથી તેવુ દર્શકો કહી રહ્યા છે.

દયાબેન નું પાત્ર ભજવનાર દિશા વાકાણીએ ૪ વર્ષ પેહલા પોતાના કોઈ અંગત કારણોસર આ શોને છોડી દીધો હતો. આ શોમાં હાલના સમયમાં દયાબેનની ખબૂ કમી ખલી રહી છે. શોના મેકર્સો દ્વારા હજી સુધી એવી અભિનેત્રીની શોધ કરવામાં આવી નથી કે જે દયાબેનનો રોલ સારી રીતે ભજવી શકે. હાલતો આ વાતને લઈને સોશિયલ મીડિયા પર પણ ખુબ ચર્ચાઓ થઈ રહી છે કે દિશા વાકાણી હવે આ શોમાં પરત ફરવાના નથી, આ વાતમાં કેટલી વાસ્તવિકતા છે તે કોઈને ખબર નથી.

પણ શું મિત્રો તમને ખબર છે? દયાબેન સિવાયનું બીજું એક પાત્ર પણ આ શોમાંથી નીકળી ગયું છે. હા આ વાત સાચ્ચી છે, મિત્રો તમને જણાવી દઈએ કે છેલ્લા ૨ વર્ષથી બાઘાની બાવરી પણ આ શોમાંથી ગાયબ છે. લોકો બાઘા અને બાવરીની જોડીને ખુબ પસંદ કરતા હતા એટલું જ નહી બાવરીએ દર્શકોને હસાવામાં થોડી પણ કમી મુકતી ન હતી.

આ શોમાં બાવરીનું પાત્ર અભિનેત્રી મોનિકા ભદૌરિયા ભજવતી હતી. આ શો છોડવા પાછળનું તેનું એક કારણ સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે આ અભિનેત્રીએ પોતાની ફીસમાં વધારાની માંગ કરી હતી પરંતુ આવુ બનયુ નહોતું ત્યાર બાદ બાવરી સીરીયલ મા દેખાઈ નહોતી. તમને જણાવી દઈએ કે મોનિકા ભદૌરિયાએ વર્ષ ૨૦૧૩માં આ શોમાં જોડણી હતી, ત્યારબાદ લગભગ છ વર્ષ સુધી આ શોમાં કાર્ય કર્યું હતું. હવે ચાહકો દ્વારા એવી ઈચ્છા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ બંને પત્રોને શોમાં ફરી લાવવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!