એક સાથે વડોદારા ના 6 PI ની આંતરીક બદલી કરવા મા આવી ! જાણો કોને કયા મુકવામા આવ્યા
બોટાદ મા જ્યાર થી કેમીકલ કાંડ થયો છે ત્યાર થી જ ગુજરાત મા બદલી નો સીલસીલો ચાલું થયો છે ત્યારે થોડા દિવસ અગાઉ વડોદરા મા બેદરકારી દાખવવા બદલવડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર સહિત અન્ય 6 લોકોને સસ્પેન્ડ કરવા મા આવ્યા હતા જયારે હવે ફરી વડોદરા 6 PI ની આંતરીક બદલી કરવા મા આવી હતી.
તાજેતર ના વિવાદ મા આવેલા મકરપુરા પોલીસ મથકમાં ગોત્રીના પીઆઇ વી. આર. વાણીયાની બદલી કરવા આવી હતી અને તેમની જગ્યાએ અન્યને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. 6 પીઆઇની બદલીમાં પાંચ પીઆઇને એક પોલીસ મથકમાંથી અન્ય પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે. જ્યારે એમ. કે. ગુર્જરને લિવ રીઝવ પોલીસ કંટ્રોલ રૂમમાંથી ગોત્રી પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે. તો માંજલપૂર પોલીસ મથકના પીઆઇને ગતરાત્રે થયેલી માથાકુટ નડી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.