Entertainment

એરપોર્ટ પર યાત્રી ના બેગ માથી એવું વસ્તુ નીકળી કે સુરક્ષા અધિકારીઓ ને પણ પરસેવો વળી ગયો ! જુઓ શુ છે

ઘણી વખત તમે જોયું જ હશે કે વિદેશથી કોઈ સોનુ અથવા તો કોઈ વસ્તુ સ્વદેશમાં લાવવા માટે લોકો અલગ અલગ જુગાડ અજમાવતા હોય છે પરંતુ હાલ જે કિસ્સો સામે આવ્યો છે તે ખુબ જ ચોંકાવી દેતો છે કારણ કે આ કિસ્સામાં એક યાત્રીના સૂટકેસમાંથી એવી વસ્તુ નીકળી કે ત્યાં ચેકીંગ કરતા અધિકારીઓ પણ માથું જ પકડી ગયા. પોતાની સાથે જાનવરો કે પાલતુ પ્રાણીઓને લઇ જવા માટે ઘણા સરકારી નિયમો છે અને આવું ચેકીંગ કરવા માટે મશીન પણ રાખવામાં આવે છે જેથી સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કમી ના રહી જાય.

આ અનોખો કિસ્સો અમેરિકાના એમએસએન એરપોર્ટ પરથી સામે આવ્યો હતો જ્યા ચેકીંગ ગેટ પર જ્યારે એક યુવક બેગ જેટલું મોટું સૂટકેસ લઈને પોહચ્યો, જ્યા તેના બેગનું ચેકીંગ કરવા માટે તેને મશીનમાં નાખ્યું તો મશીનમાં અચાનક જ રણકાર થવા લાગ્યો. આવું એલાર્મ વાગતા જ અધિકારીઓ દોડી આવ્યા હતા અને બેગનો એક્સ-રે મશીનથી આ બેગનું ચેકીંગ કરવામાં આવ્યું, આ એક્સ-રે મશીનમાં જોવા મળ્યું કે આ બેગમાં બીજું કઈ નહીં પણ એક શ્વાન હતો. બેગની અંદર શ્વાનને જોતા જ ત્યાંના ઓફિસરો પણ ચોકી જ ગયા હતા.

મુસાફરના બેગમાંથી શ્વાન નીકળતા તરત જ આ અંગેની જાણ સુરક્ષા સ્ટાફને કરવામાં આવી જે બાદ આ સ્ટાફે આવીને મુસાફર વિરુદ્ધ કાયદાકીય પગલાં લીધા અને પૂછતાછ કરી જેમાં મુસાફરે જણાવ્યું કે તેનાથી આ એક ભૂલ થઇ ગઈ હતી. આ વાત સાંભળતા સુરક્ષા સ્ટાફના અધિકારીઓએ આ યાત્રીને સમજાવ્યો હતો કે પાલતુ પ્રાણીઓને લઇ જવા માટે પણ એક નિયમ બનાવામાં આવ્યો છે, તેનું પાલન કરવું જોઈએ, આવી ચોરી છુપે કોઈ પશુને ન લઇ જવાય.

શ્વાનને પ્લેન દ્વારા મુસાફરી પણ કરાવી શકાય છે પરંતુ તેના માટે અમુક સંમતિ અને આ વાતની જાણ કરી દેવી જરૂરી બની જાય છે. હાલ આ કિસ્સો સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચિત થઇ રહ્યો છે. આ કિસ્સો એક અધિકારીએ પોતાના ટ્વીટર હેન્ડલર પર શેર કર્યો હતો, આ અંગેના વિડીયો અને તસવીરો પણ શેર કરી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે કોઈ પણ પ્રાણી કે જીવને આવી રીતે લઇ જવો જોઈએ નહીં, કોઈ પણ જીવ કે જાનવરને સરખી રીતે પણ લઇ જઈ શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!