Entertainment

બાઘા ને મળી નવી બાવરી ! નવી બાવરીને જોઈ બબીતાને ભુલી જશો…જુઓ તસવીરો કેવી લાગે

આપણે સૌ કોઈ જાણીએ છે કે, તારક મહેતા સીરિયલમાં અનેક કલાકારોની વિદાય થઈ છે અને આ કલાકારોના સ્થાને નવા કલાકારો સામે આવ્યા છે. હાલમાં વધુ એક કલાકારની એન્ટ્રી થઈ છે, જે બબીતાજી કરતા પણ વધુ સુંદર અને આકર્ષક છે. ચાલો અમે આપને જણાવીએ આ કલાકાર કોણ છે. આપણે જાણીએ છીએ કે બાવરીનો રોલ મોનિકા ભદોરિયા પ્લે કરતી હતી.

મોનીકાએ આ શો 2019માં છોડી દીધો હતો. ત્યારથી શોમાં બાવરી જોવા મળતી નહોતી. હવે શોમાં નવી બાવરી લેવામાં આવી છે. આ રોલ નવીના વાડેકર પ્લે કરી રહી છે. નવીનાની શોમાં એન્ટ્રી પણ થઈ ગઈ છે. અસિત મોદીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું, ‘મારા દર્શકો મારા બોસ છે.

હું બાવરીના પાત્રમાં એક ફ્રેશ તથા ઇનોસન્ટ ચહેરો લેવા માગતો હતો. સારા નસીબે અમારી આ રોલ માટે જેવી યુવતી જોઈતી હતી તેવી અમને મળી ગઈ. નવીનાએ શોને કમિટેડ રહેવાનું વચન આપ્યું છે.

અમારો શો ચાહકોને ઘણો જ ગમે છે અને અમારે તેમની ઈચ્છાઓ પૂરી કરવી જોઈએ. મને વિશ્વાસ છે કે બાવરીના રોલમાં નવીનાને ચાહકો જરૂર પસંદ કરશે. નવીનાને ખ્યાલ છે કે ‘તારક મહેતા’ની પોતાની એક બ્રાન્ડ છે. અમે આ પાત્ર માટે ઘણાં જ ઓડિશન લીધા હતા અને ત્યારબાદ નવીનાને પસંદ કરી છે. હું ચાહકોને વિનંતી કરીશ કે તેઓ નવી બાવરીને પણ પોતાનો પ્રેમ આપે.’

નવીના વાડેકર મૂળ મહારાષ્ટ્રના થાનેની છે. તેણે બેચરલ બાદ ટેલેન્ડ મેનેજમેન્ટ એજન્સી તથા પ્રોડક્શન હાઉસમાં કામ કરતી હતી. આ દરમિયાન તેણે ડાન્સિંગ તથા એક્ટિંગ વર્કશોપ પણ કરી હતી. તેને બાલાજી ટેલિફિલ્મ્સમાં એપિસોડિક રોલ કરવાની તક મળી હતી. નવીનાએ ટીવી જાહેરાતો તથા કેટલીક સિરિયલમાં કામ કર્યું છે.

નવીનાએ મરાઠી સિરિયલ ‘તુમચી મુલગી કે કરતે’માં કામ કર્યું હતું. આ ઉપરાંત તેણે ‘ક્રાઇમ અલર્ટ’માં રિદ્ધિમાનો રોલ પ્લે કર્યો હતો અને હવે તે તારક મહેતામાં કામ કરશે. તમને જણાવી દઈએ તે બબીતાજીને સુંદરતામાં ટક્કર આપે એવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!