ભલભલી વિદેશી કંપનીઓ ને હંફાવી દિધી ગુજરાત ની બાલાજી કંપની એ અને આજે દેશ ના આટલા રાજ્યો મા…
છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતીઓનો નાસ્તો બાલાજી વેફર્સ લોકપ્રિય બની ગઈ છે. એક સમયે રાજકોટની એસ્ટ્રોન ટૉકીઝની કેન્ટીનમાં કામ કરવાથી લઇને દુનિયાભરમાં બાલાજી વેફર્સનું 10 હજાર કરોડનું સામ્રાજ્ય ખડું કરનારા ચંદુભાઈ વિરાણીની સંઘર્ષ કથા વિશે આજે આપણે જાણીશું! જીવનમાં ક્યારેક ખરાબ દિવસો પણ આવે છે પરંતુ એ સમય માંથી બહાર કેમ નીકળવું જોઈએ એ રાજકોટનાં બાલાજી વેફરના માલિક પાસેથી શીખવું જોઈએ.
આજે અમે આપને જણાવશું કે કંઈ રીતે બાલાજી વેફની શરૂઆત થઈ. બાલાજી વેફર ની શરૂઆત કરનાર વ્યક્તિ એટલે ચંદુભાઇ વિરાણી! જેમનો જન્મ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના એવા ધૂંધોરાજી ગામ થયો હતો. તેઓ ખેડૂત પુત્ર હતા. તેમની ઘરની પરિસ્થિતિ ખરાબ હતી અને આ જ કારણે વર્ષ 1974માં તેઓ નોકરીની શોધમાં રાજકોટ આવ્યા હતા અને એ સમયે રાજકોટની એક માત્ર એસ્ટ્રોન સિનેમાઘરમાં 2 વર્ષ સુધી કેન્ટીનમાં નોકરી કરતા હતા બાદમાં કેન્ટીનનું સંચાલન તેઓએ સાંભળ્યું હતું અને કેન્ટીનની સાથે 8 વર્ષ સુધી એક શાળામાં કેન્ટીનનું સંચાલન શરૂ કર્યું હતું.
કંઈક કરવાના ઉદ્દેશ સાથે ચંદુભાઇ વિરાણી પોતાના જીવનમાં આગળ વધતા ગયા અને પોતાના ઘરે વેફર્સ બનાવવાની શરૂઆત કરી હતી. કાલાવડ રોડ પર તેઓએ પ્લાન્ટ ની સ્થાપના કરી લોકોને ગુણવતા યુક્ત પેકેટ વેફર્સ પહોંચાડવા કામ શરૂ કર્યું હતું.રાજકોટથી શરૂઆત કરી બાદમાં વલસાડ અને મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે પ્લાન્ટ શરૂ કરી કંપની દ્વારા 5000 લોકોને રોજીરોટી પૂરી પાડવામાં આવે છે. એમડીના જણાવ્યા મુજબ 3 પ્લાન્ટ સાથે આજે 1 લાખથી વધુ ખેડૂતો જોડાયેલા છે અને આ 1 લાખ ખેડૂતોના બટેટા ઉપયોગ કરી બાલાજી વેફર્સ અલગ અલગ પ્રોડક્ટ બનાવી રહી છે.
હાલમાં રાજકોટ સહિત વલસાડ અને ઇન્દોરમાં મળી બાલાજી વેફર્સના 3 પ્લાન્ટ કાર્યરત છે અને આગામી સમયમાં ઉત્તરપ્રદેશમાં નવા પ્લાન્ટની શરૂઆત કરવા કંપની દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. છેલ્લા 10 વર્ષથી કંપનીનો કાર્યભાળ ચંદુભાઇ વિરાણીના પુત્ર અને આગળની પેઢી ચલાવી રહી છે. તેઓ આ વ્યવસાયમાં સફળ થઇ રહ્યા છે માટે જ ખેડૂત પુત્ર થી લઇ આજે તેઓ ભારતના ખ્યાતનામ બિઝનેસમેંન સુધી પહોંચ્યા છે.