ગુજરાતના નાના એવા ગામડા ના બળવંત પારેખ એ ઉભી કરી સૌથી મોટી ફેવિકોલ કંપની ! જાણો તેમના..
કહેવાય છે ને કે સફળતા એમજ નથી મળતી અથાગ પરિશ્રમ મહેનત અને દિવસ-રાત એક કરી ને સફળતા મળે છે. અને સફળતા મેળવવા કોઈ સ્ટેટ્સ કે હોદા ની જરૂર હોતી નથી સફળતા ગમે એ વ્યક્તિ ને ગમે એ હોદા પરથી પોતાની મહેનત દ્વારા મળી રહે છે. તેવીજ એક સફળતા ની વાત કરીએ તો એક પીયુન એ પોતાની મહેનત થી ફેવિકોલ નામની કંપની ઉભી કરી કે જાણીએ આપણે એની આ સફળતા ની વાત.
આ વાત છે બળવંત પારેખ કે તેમનો જન્મ વર્ષ-૧૯૨૫ માં ગુજરાત ના મહુવા નામના ગામમાં થયો હતો. આ વ્યક્તિ એક માધ્યમ વર્ગના પરિવાર માંથી આવતી હતી. પરંતુ તે ગુજરાતી હોવાથી તેમને પહેલેથી જ વેપારી બનવા ની ઈચ્છા ધરાવતા હતા. પરંતુ તેના પરિવાર ના લોકોએ તેને એમ કહ્યું કે આપણે માધ્યમ વર્ગ માં જીવીએ છીએ. આપણી માટે વેપાર ધંધો સરળ નથી, તેમના પરિવાર જાણો એમ ઇચ્છતા હતા કે બળવંત ભાઈ વકીલ બને તે માટે તે મુંબઈ આવી તેમણે સરકારી લો-કોલેજ માં એડમીશન લીધેલ હતું.
પરિવાર ની ઈચ્છા મુજબ તેમણે વકીલાત નું ભણવાનું તો શરુ કરી દીધુ, પરંતુ તેમનું મન તો ક્યાંક બીજે જ લાગેલું હતું, તેમના સમયગાળા માં દેશમાં તમામ યુવાનો ગાંધીજી ના વિચારોને સહમતી આપતા હતા, તેથી બળવંતભાઈ પણ ગાંધીજી ના વિચારો ને માન આપી તેની સાથે આંદોલનો માં જોડાયા હતા. અને તેમણે તેમનું ભણતર પાછળ છોડી દીધું હતું. અને ત્યારબાદ એક વર્ષ બાદ તેમણે તેમનું ભણતર પૂર્ણ કરેલ, પરંતુ તેમણે વકીલાત માં રસ જ નહોતો તેથી તેમણે તેમના જીવનમાં અલગ-અલહતા.ગ નોકરી કરી જીવન પસાર કર્યું, પરંતુ સમય જતા તેમણે નોકરી પણ છોડી દીધી હતી.
ત્યારબાદ તેમણે છેલ્લે લાકડા નું કામ કરવા વાળા વેપારી ને ત્યાં એક પીયુન તરીકે કામ કરતા આ કામ દ્વારા તેમને એક વખત વિદેશ જર્મની જવાનો મોકો મળેલ ત્યાં જઈ તેમણે વેપાર ને લગતા ઘણા સારા ઉપાયો મળ્યા, તે લાકડા ના વેપારી સાથે કામ કરતા હોવાના કારણે તેમણે વિચાર આવ્યો કે સુથાર બે લાકડા ને જોડવા માં તેને ખુબ મુશ્કેલી પડતી હોઈ છે. તેથી તેમણે લાકડી કઈ રીતે ઝડપથી જોડવું તેના ઉપાયો કર્યા અને આખરે તતેમને તેમની મહેનત નું ફળ મળ્યું અને તે ફેવિકોલ બનવામાં સફળ રહ્યા.
બળવંત પારેખ એ પોતાની સફળતા માટે ખુબજ કડી મહેનત કરી પોતાનું ધ્યેય પ્રાપ્ત કરેલ હતું. અને તે એક પીયુન થી હાલ એક ફેવિકોલ કંપની ના સંસ્થાપક છે.