બનાસકાંઠામાં એક પોલીસ કર્મચારીએ ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત, આપઘાતનું કારણ…..
આજકાલ આત્મહત્યાના કિસ્સાઓ ખૂબ જ વધી ગયા છે કોઈપણ વ્યક્તિને જુઓ તેમને કોઈ પણ તકલીફ હોય અથવા ઘરમાં કોઈ પ્રોબ્લેમ હોય તો તેઓ આત્મહત્યા કરી લેતા હોય છે, અને તેવું જ એક કિસ્સો બનાસકાંઠા જિલ્લામાં બન્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પોલીસ કર્મચારીઓના બેડામાં ખૂબ જ ખળભળાટ મચાવી દે તેઓ એક કિસ્સો બની ગયો છે, અને તેમાં એક પોલીસ કોન્સ્ટેબલે પોતાના ઘરે જ આત્મહત્યા કરી લીધી છે અને તેમાં તેમને ગળે ફાંસો ખાઈ લીધો છે.
આ સમગ્ર કિસ્સો કાંકરેજ તાલુકાના થરા પોલીસ મથકનો છે, અને તેમાં કામ કરતાં એક પોલીસ કોન્સ્ટેબલે પોતાના ઘરે જ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. આમ આ પોલીસ કર્મચારીએ કયા કારણોસર આપઘાત કર્યો છે તેની કોઈ જ માહિતી અત્યાર સુધી બહાર આવી નથી, અને તે બાબતે પોલીસ વધુ વિગત અને વધુ તપાસ હાથ ધરી રહી છે.
આ અકસ્માતના કિસ્સામાં માહિતી મળી તે મુજબ કાંકરેજ તાલુકાના થરા પોલીસ મથકમાં ચેખલા ગામ નજીક ના રહેવાસી હેડ કોન્સ્ટેબલ બાબરાજી રાઠોડ નામના એક પોલીસ કર્મચારીએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. મળતી માહિતી અનુસાર તેઓ રાત્રે પોતાની ફરજ ઉપર ગયા હતા, અને પોતાની ફરજ પર પૂરી કરીને તેઓ જ્યારે ઘરે પાછા ફર્યા હતા તે વખતે તેમને કોઈ અગમ્ય કારણોસર પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
જ્યારે આ સમગ્ર કિસ્સો બની ગયો તેની જાણ પોલીસને જ થઈ ત્યારે તેઓ તૈયારીમાં જ ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા, અને ત્યારબાદ પોલીસે મૃતક પોલીસ કોન્સ્ટેબલના મૃતદેહને પહેલા નીચે ઉતાર્યો ત્યારબાદ તેમને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે ઘટનાની જાણ થઈ ત્યારે પોલીસ પહોંચી ગયા હતા, પરંતુ પોલીસ કોન્સ્ટેબલે આ આત્મહત્યા શાના કારણે કરી હતી તેની કોઇ જ માહિતી મળી ન હતી. આમા પોલીસ સ્ટેશનના બીજા વ્યક્તિઓએ આ પોલીસ કોન્સ્ટેબલે શાના કારણે આત્મહત્યા કરી તેની તપાસ શરૂ કરી દીધી છે.
