પંજાબ નેશનલ બેંકની માર્કેટિંગ મેનેજર સુરભી કુમાવતે કરી આત્મહત્યા! સ્યુસાઇડ નોટમાં જણાવ્યું કે, મને જીવનમાં કોઈએ…
આત્મહત્યાના બનાવો ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે, ત્યારે હાલમાં જ બેન્કમાં મેનેજર તરીકે ફરજ બજાવતી યુવતીએ પોતાનું જીવન ટૂંકાવી દીધું. સ્યુસાઇડ નોટમાં જણાવી હકીકત. મોતનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો.ચાલો આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જણાવીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, જયપુરની પંજાબ નેશનલ બેંકની માર્કેટિંગ મેનેજર સુરભિ કુમાવત ની આત્મહત્યા કરી લીધી હોવાથી સોશીયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.
સૌથી ખાસ વાત એ છે કે, સુરભિએ લવ મેરેજ કર્યા હતા પણ જાણવા મળ્યું હતું કે, સુરભિ બિન્દાસ જીવન જીવતી યુવતી હતી પણ પતિથી પરેશાન થઈને તેણે આત્મહત્યા કરી લીધી છે. પોલીસને ઘટનાસ્થળેથી જે સુસાઈડ નોટ મળી તેમાં લખ્યું હતું કે હું ખુશ રહેવા માગતી હતી પણ દરેક લોકો મને પરેશાન કરવા માગતા હતા. મારો પતિ પણ મને પસંદ નહોતો કરતો. દરેક સેકન્ડ મને ડરાવતો હતો. મને જીવનમાં એકપણ વ્યક્તિનો પ્રેમ નથી મળ્યો. હું મારા કામ અને ઓફિસથી પણ પરેશાન થઈ ગઈ છું. મને કોઈ સમજતું નથી. હું બસ ખુશ રહેવા માગું છું.
સુરભિ કુમાવત રાજસ્થાનના ટોંગ જિલ્લાની રહેવાસી હતી. તે છેલ્લાં 25 વર્ષથી જયપુરમાં રહેતી હતી. ઈંગ્લિશ સ્પીકિંગ કોર્સ દરમિયાન તેની મુલાકાત શાહિદ અલી સાથે થઈ હતી. થોડા જ દિવસોમાં સુરભિ અને શાહિદ અલીની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. સુરભિ અને શાહિદે જાન્યુઆરી 2016માં ગાઝિયાબાદના આર્યસમાજ મંદિરમાં લગ્ન કર્યા હતા. શાહિદ છઠ્ઠા ધોરણ સુધી જ ભણ્યો છે. સુરભિએ હાલમાં ફ્લેટ ખરીદ્યો હતો. 11 જૂન 2022એ પતિ અને પુત્રી સાથે સુરભિ આ ફ્લેટમાં રહેવા આવી હતી. સુરભિ પંજાબ નેશનલ બેંકમાં માર્કેટિંગ મેનેજરની પોસ્ટ પર કાર્યરત હતી.
‘મને કોઈ સમજતું નથી, દરેક વ્યક્તિ આઘાત પહોંચાડવા ઈચ્છે છે. હું ફક્ત ખુશ રહેવા ઈચ્છું છું અને હું કોઈના જીવનની મુસીબત બનવા ઈચ્છતી નથી. મારો પતિ મને નફરત કરે છે અને મને છોડી દેવાની ધમકી આપે છે. મારો ઉપયોગ સ્વાર્થ માટે કરવામાં આવી રહ્યો છે. હું જઈ રહી છું બધું છોડીને…મને દુઃખ છે કે દીકરી…હું તને જોઈ શકીશ નહીં.’ આ લાઈન કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ નથી, પરંતુ જયપુરની સુરભિ કુમાવતની ડેડ બૉડી પાસે મળેલી નોટમાં લખેલી હતી. સુસાઈડ નોટના આધારે સુરભિના પિતાએ પોલીસ સ્ટેશનમાં શાહિદ અલી વિરુદ્ધ ફરિયાદ કરી છે. પિતાનો આરોપ છે કે શાહિદ માત્ર સુરભિની કમાણીના રૂપિયાથી મોજ કરતો હતો. તે પોતે કોઈ કમાણી કરતો નહોતો.. પોલીસે સુરભિના પતિ શાહિદ અલીની ધરપકડ કરી છે.